ભુજ, તા. 25 : માંડવીના શરાબના ધંધાર્થી દેવરાજ
ગોપાલ ગઢવી ઉપર પાસાનું શત્ર ઉગામાયું છે. દેવરાજની પાસા તળે અટકાયત કરી અમદાવાદની
મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે. એલસીબીએ ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબના
ગેરકાયદેસર વેચાણ કરતા દેવરાજ ગોપાલ ગઢવી (રહે. કલવાણ રોડ, માંડવી) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા
મેજિસ્ટ્રેટ, કલેક્ટર સમક્ષ મૂકતાં તે ગ્રાહ્ય રહેતાં તેની અટકાયત
કરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં તેને ધકેલી દેવાયો છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એ.એમ.
મકવાણા, એએસઆઈ મયૂરસિંહ રાણા, હે.કો. મૂળરાજભાઈ
ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજેશભાઈ ગઢવી,
કોન્સ. પરબતભાઈ ચૌધરી જોડાયા હતા.