• રવિવાર, 26 જુલાઈ, 2026

ટુંડામાં ગેરકાયદે ચાલતા દવાખાના પર પોલીસનો દરોડો

ભુજ, તા. 25 : મુંદરા તાલુકાના ટુંડામાં ગેરકાયદે રીતે ચાલતા દવાખાના ઉપર પોલીસે દરોડો પાડી તબીબી ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા શખ્સને મેડિકલના સાધન-સામગ્રી સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.  ટુંડા ગામે આવેલી ટાટા પાવર કંપની તરફ જતાં રોડ ઉપર આવેલી અર્ચના ક્લિનિક ઉપર આજે સાંજે મુંદરા પોલીસે દરોડો પાડી અહીં કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર ગેરકાયદે રીતે લોકોની દવા કરતા ગ્રંથન રમેશ સિકદાર (રહે. મૂળ પશ્ચિમ બંગાળ હાલે નાના કપાયા)ને એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો કિં. રૂા. 18,559ના મુદ્દામાલ સાથે ઝડપી વિવિધ કલમો તળે મુંદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

Panchang

dd