• રવિવાર, 26 જુલાઈ, 2026

ભુજપુર અને લાખિયાવીરામાં પત્તા ટીંચતા દશ જુગારી ઝડપાયા : ચાર નાસી છૂટયા

ભુજ, તા. 25 : મુંદરા તાલુકાના મોટી ભુજપુર અને નખત્રાણાના લાખિયાવીરા વાડીવિસ્તારમાં જુગાર રમતા ખેલીઓ ઉપર પોલીસ ત્રાટકી હતી. મુંદરાના ભુજપુરથી કારાઘોઘા ગામ તરફ જતા રોડ તરફ આવેલા મકાનની બાજુમાં ખુલ્લામાં આજે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા આમદ જુસબ કુંભાર, સિધિક દાઉદ કુંભાર, ઈશાક રમજુ ભટ્ટી, જુણસ અલીમામદ કુંભાર, મજીદ અભુભખર ચૌહાણ અને દેવરાજ સવરાજ ગઢવી (રહે. તમામ મોટી ભુજપુર)ને રોકડા રૂા. 10,350 અને ત્રણ મોબાઈલ કિં. રૂા. 6000 એમ કુલે રૂા. 16,350ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત આજે બપોરે નખત્રાણા તાલુકાના લાખિયાવીરા ગામની પૂર્વ બાજુ આવેલી વાડીના સેઢાની બાજુમાં ગંજીપાના વડે જુગાર રમતા પ્રેમજી ખેતશી સથવારા, ચંદુભાઈ રતનશી સથવારા, કાંતિલાલ પ્રેમજી સથવારા અને નીલેશ કરશન પાયણ (રહે. તમામ લાખિયાવીરા)ને નખત્રાણા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે કરશન પ્રેમજી સથવારા, વિનોદ મોહનલાલ સથવારા, ગોપાલ ભામુ પાયણ અને તુલસીઘર કુંવર ગોસ્વામી (રહે. તમામ લાખિયારવીરા) નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન રોકડ રૂા. 5,350 પોલીસે જપ્ત કરી આઠે આરોપી વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Panchang

dd