ગાંધીધામ, તા.6 : રાપરના નાની
હમીરપર નાંદેલા વાંઢની સીમમાં દેશી દારૂ અંગે કાર્યવાહી કરવા ગયેલ પોલીસને ત્યાંથી
દેશી બંદૂક મળી આવી હતી. દરમ્યાન આરોપીની અટક કરવમાં આવી હતી. નાંદેલા
વાંઢની સીમમાં નદી કાંઠે બાવળની ઝાડીમાં લખમણ રણછોડ કોળી નામનો શખ્સ દેશી દારૂ બનાવતો
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ દારૂ બનાવતો હતો
તેવામાં તેની પકડી પાડવામાં આવ્યો હતો. દરમ્યાન ત્યાં તપાસ કરતાં ત્યાંથી ત્રણ ફુટ
દસ ઈંચ લાંબી દેશી બંદૂક મળી આવી હતી. રૂા.5,000ની
આ બંદૂક જપ્ત કરાઈ હતી. આ શખ્સ સામે દારૂ અંગે અલાયદો ગુનો નોંધાયો હતો. બંદૂક તેની
પાસે ક્યાંથી આવી તે બહાર આવ્યું નહોતું.