• મંગળવાર, 07 એપ્રિલ, 2026

પધ્ધર પોલીસે શંકાસ્પદ મુદ્માલ સાથે બેને પકડયા જે ચુંબડકની વાડીમાંથી ચોરી થયાનું ખુલ્યું

ભુજ, તા. 6 : ગઇકાલે પધ્ધર પોલીસે શંકાસ્પદ મુદ્માલ સાથે બે શખ્સને ઝડપી તેની યાદી જાહેર કરતા તે વોટસ ગ્રુપમાં ફરતા આ  ચોરી ચુંબડક સીમની વાડીમાંથી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે પધ્ધર પોલીસ મથકે રતનાલના ત્રિકમભાઇ બીજલભાઇ વરચંદ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ચુંબડકની સીમમાં ખેતીવાડીની જમીન આવેલી છે. તેમાં આવેલા બોરવેલમાં મોટર કઢાવી હતી. ગત તા. 2-4ના રાતથી બીજા દિવસની સવાર સુધી આ મોટર કાઢવાની ચરખી (ઘોડી) મશીન પરથી લોખંડનું સ્ટાટર કિ. રૂા. 35,000, બેટરી કિ. 10,000, પાણીની ત્રણ મોટર કિ. રૂા. 20,000 અને 40 મીટર વાયર કિ. રૂા. 7,800 એમ કુલ્લે રૂા. 72,800ના મુદ્માલની ચોરી થઇ હતી. અમો તપાસ કરતા હતા ત્યાં તા. 5-4ના પધ્ધર પોલીસે શંકાસ્પદ મુદ્માલ સાથે બે શખ્સને પકડયાની યાદી વોટસઅપ ગ્રુપમાં મારા દીકરા મહાદેવ પાસે આવતા પોલીસ મથકે જઇ મુદ્માલ જોતા તે અમારી વાડી પરથી ચોરાયા હોવાની ખરાઇ કરી છે. આ ચોરી મુદ્માલ સાથે આરોપી સદામ ઇસ્માઇલ પારા (ચુંબડક) અને હાજી સુલેમાન કક્લ (નાની રેલડી)ને પોલીસે ઝડપી લીધા હતા. તેની વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરાવાયો છે.

Panchang

dd