• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ગાંધીધામ : જવાહરનગરમાં નાળામાં નવજાત શીશુ રડતું મળતાં ચકચાર

ગાંધીધામ, તા. 6 : અહીં જવાહર નગરમાં પાણીના નાળામાંથી નવજાત શીશુ અસુરક્ષિત મળી આવ્યું હતું. તાજા જન્મેલાં બાળકને તરછોડનારા તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો હતો.  જવાહરનગરમાં ગુપ્તા પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેનાર ફરીયાદી સંતોષ હરદયાલરામ નામનો યુવાન ગઈકાલે રાત્રે કામેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લોકોનું ટોળું નજરે પડયું હતું અને તેના ભાભી પરમબાલા દેવીના હાથમાં તાજું જન્મેલ પુરુષ બાળક હતું. આ મહિલા રાત્રે 8:30ના અરસામાં બાથરૂમ જવા નીકળ્યા હતા ત્યારે ગુપ્તા પ્રોવિઝન સ્ટોર પાસે પાણીના નાળામાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો હતો જે જોવા જતાં પ્લાસ્ટીકના કોથળામાંથી આ તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. બાળકને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો. તેને તરછોડનારા તેના માતા-પિતા સામે  પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધી છે. નવજાત શીશુ મળવાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

Panchang

dd