• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ખાવડાના આર.ઈ. પાર્કમાંથી 3.30 લાખના મુદ્દામાલની ચોરી

ભુજ, તા. 6 : ખાવડા પાસે આર.ઈ. પાર્કની એક કંપનીમાંથી 3.30 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી આ અંગે ખાવડા પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ આર.ઈ. પાર્કમાં આવેલી સ્ટર્લીંગ વિલ્સન કંપનીમાંથી તા.31/3ના બસબાર પાંચ કિ.રૂા.30 હજાર, નટ બોલ્ટ કિ.રૂા.10 હજાર, પ્લેટ નંગ-5 કિ.રૂા.20 હજાર, ટ્રાન્સફોર્મર ઓઈલ 2800 લીટર કિ.રૂા. એક લાખ, 15 બસબાર ઈન્યુલેટર કિ.રૂા.30 હજાર એમ કુલ્લે રૂા.3,30,000ના મુદામાલની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

Panchang

dd