• મંગળવાર, 31 માર્ચ, 2026

નલિયા-માંડવી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બે યુવાન ઘાયલ : એકની હાલત ગંભીર

નલિયા, તા. 30 : નલિયા-માંડવી નેશનલ હાઈવે પર તુતરા અને ડુમરા ગામ વચ્ચે આજે એક મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવાનો લોહીલુહાણ થયા હતા, જે પૈકી એક યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતાં જ સ્થાનિક આગેવાનો અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક માંડવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Panchang

dd