ગાંધીધામ, તા. 30 : આદિપુરના
યુવાનના આપઘાત પ્રકરણે અટક થયેલા મહિલાની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.
ગાંધીધામ ભાજપના મહામંત્રી આદિપુરના દિપેશ ત્રિવેદીના આપઘાત પ્રકરણે ભુજના
રોશનીબેન આનંદ ભટ્ટની પોલીસે ધરપકડ કરી હતી. આ મહિલાએ જામીન ઉપર મુક્ત થવા અહીંની
અધિક ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અરજી કરી હતી જેમાં બંને પક્ષોની દલીલો, અદાલતોના ચુકાદાઓ ધ્યાને
લઈને મહિલાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. મહિલા આરોપી વતી ધારાશાત્રી એ.ડી.
પરમાર હાજર રહ્યા હતા.