• મંગળવાર, 31 માર્ચ, 2026

ઇઝરાયલી સેના ઇરાનમાં નહીં ઘૂસે

તેલ અવીવ, તા. 30 :  ઇરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો આંચકો આપતાં ઇઝરાયલે સ્પષ્ટ કહી દીધું છે કે, ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયલની સેના ઇરાન નહીં જાય. દેશની પોતાની સીમાઓ પર સુરક્ષા જાળવવા તેમજ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરોધી અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવા આ ફેંસલો લેવાયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આવી ઘોષણા કરતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું દિલ તોડી નાખ્યું છે. જો કે, ઇઝરાયલે કહ્યું હતું કે, અમે સમુદ્રી અને હવાઇ અભિયાન જારી રાખશું, પરંતુ ઇરાનમાં જમીન પરથી કોઇ કાર્યવાહી નહીં કરીએ. ઇઝરાયલના આ એલાનથી હવે અમેરિકા પર ઇરાન સામે જમીન માર્ગેથી અભિયાનનો પૂરો બોજ પડી શકે છે. અમેરિકા ઇરાન સામે જમીનથી હુમલા શરૂ કરશે તો એ મિશન તેણે એકલા હાથે જ પૂરું કરવું પડશે. તજજ્ઞો ભારપૂર્વક કહી રહ્યા છે કે, ટ્રમ્પ જમીન પરથી સૈન્ય અભિયાન શરૂ કરશે તો તે ભારે જોખમભર્યું સાબિત થઇ શકે છે. ટ્રમ્પ આ જોખમ છતાં જરૂર પડ્યે તૈયાર છે, તેવું પણ જાણવા મળે છે.

Panchang

dd