ભુજ, તા. 30 : મુંબઈમાં
થયેલી નાણાકીય છેતરાપિંડીને લઈને મુંદરા તાલુકાના કારાઘોઘામાં મહિલાને ધમકી અપાતા
ફરિયાદ નોંધાઈ છે. મુંદરામાં રહેતા ચેતનાબા હિંમતાસિંહ જાડેજાએ પ્રાગપર પોલીસ મથકે
ગઈકાલે નોંધાવેલી ફરિયાદમાં તેમના પતિ સાથે મુંબઈ ખાતે આરોપી ગંગાબા ચુડાસમાના પતિ
વિજયાસિંહે છેતરાપિંડી કરી હતી. આ બાબતે સમજાવટ અને વાતચીત કરવા માટે ફરિયાદી
મહિલા જ્યારે કારાઘોઘા ખાતે ગંગાબાના ઘરે પહોંચ્યા ત્યારે આરોપી મહિલાએ તેમને ગાળો
આપી અપમાનિત કર્યા હતા. ઘટના દરમિયાન અન્ય એક શખ્સ બાલુભા માનસંગજી જાડેજા (રહે.
ભુજ)એ ફોન પર ફરિયાદી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ
નોંધી તપાસ શરૂ કરી છે.