મિયામી, તા. 30 : ઇટાલીના
વિશ્વ નંબર બે ખેલાડી યાનિક સિનર મિયામી ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. ફાઇનલ મેચમાં
તેણે ઝેક ગણરાજ્યના ખેલાડી જિરી લેહેકાને 6-4 અને 6-4થી હાર
આપી હતી. આ જીતથી સિનરે પણ સબાલેંકાની જેમ સનશાઇન ડબલ પૂરું કર્યું છે. 2017માં
રોઝર ફેડરર બાદ એક સિઝનમાં ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન જીતનારો સિનર પહેલો
ખેલાડી બન્યો છે. આ સિવાય જિમ કૂરીયન (1991), માઇકલ ચાંગ (1992), પીટ
સામ્પ્રાસ (1994), માર્સેલો રિયોસ (1998), આંદ્રે
અગાસી (2001), રોઝર ફેડરર (200પ અને 2006), નોવાક
જોકોવિચ (2011, 2014, 201પ અને 2016) સનશાઇન ડબલ ઉપલબ્ધિ હાંસલ કરી
ચૂક્યા છે. સિનરે એટીપી માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં સતત 34 સેટ
જીતીને તેનો શાનદાર રેકોર્ડ આગળ વધાર્યો છે. ગઈકાલે મહિલા વિભાગમાં સબાલેંકા
મિયામી ઓપન ચેમ્પિયન બની હતી.