• મંગળવાર, 31 માર્ચ, 2026

લિવ ઈનમાં રહેનારા પરિણીત લેખાશે

નવી દિલ્હી, તા. 30 : વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો પહેલી એપ્રિલ, બુધવારથી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્રની સરકારે તેના માટે 33 સવાલ જારી કરતાં એક મહત્ત્વની ઘોષણામાં જણાવ્યું હતું કે, સ્થિર સંબંધમાં રહેનારા લિવ ઈન યુગલને પરિણીત માનવામાં આવશે. જો કે, એવું ત્યારે જ કરાશે જ્યારે લિવ ઈન પાત્રો માનશે કે તેમનો સંબંધ સ્થિર રહેનારો છે. પ્રથમ ચરણ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરી દેવાઈ છે, જ્યાં લોકો જાતે પોતાની વિગતો ભરી શકશે. પહેલા તબક્કાનો હેતુ દેશમાં ઘરો તેમજ પાયાની સુવિધાઓની જાણકારી મેળવવાનો છે, જેથી સરકાર વધુ સારી યોજનાઓ બનાવી શકે. વસ્તીગણતરીના વ્યાયામના બીજા દોરમાં દેશની વસ્તી સંબંધિત વિગતો મેળવાશે. પ્રથમ ચરણ પહેલી એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી ચાલશે. સરકારે જણાવ્યું હતું કે, ઘરોની ગણતરી શરૂ થવાના 15 દિવસ પહેલાં લોકોને જાતે જાણકારી  ભરવાનો વિકલ્પ પણ અપાશે. આ વખતની વસ્તીગણતરી પૂર્ણપણે ડિજિટલ હશે. લગભગ 30 લાખ કર્મચારી મોબાઈલ એપથી જાણકારી એકઠી કરશે. મોબાઈલ એપ, પોર્ટલ અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સફરથી આ વસ્તીગણતરી મોટા ભાગે કાગળ વગરની કવાયત બની રહેશે.

Panchang

dd