• મંગળવાર, 31 માર્ચ, 2026

આધુનિક ક્રિકેટમાં 220 રનનો લક્ષ્યાંક સર કરવો કઠિન નહીં : હાર્દિક

મુંબઈ, તા. 30 : મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ગઈકાલની મેચમાં કેકેઆર સામેની જીત બાદ કહ્યું કે, સિઝનની પહેલી મેચમાં વિજય માટે અમારે લાંબો ઇંતઝાર કરવો પડયો. મુંબઈ ઇન્ડિયન્સને સિઝનની પ્રારંભિક મેચમાં 2012 પછી 13 વર્ષે જીત નસીબ થઈ હતી. મેચ બાદ એમઆઇ કેપ્ટન હાર્દિકે જણાવ્યું કે, અમે જ્યારે મેદાનમાં ઊતર્યા ત્યારે સિઝનની શરૂઆત જોરદાર રીતે કરવાનો નિશ્ચય કર્યો હતો. હવે પૂરી ટીમ ખુશ છે કે અમે એ કરી શક્યા. મુંબઈ ટીમે 221 રનનું કઠિન વિજય લક્ષ્ય હાંસલ કર્યું હતું. જે વિશે હાર્દિકે જણાવ્યું કે, આ માટે શ્રેય અમારા બોલરને જાય છે. જેમણે કેકેઆરને 20ના બદલે 220 પર અટકાવી દીધી હતી. 240-20નો સ્કોર મુશ્કેલ બની રહેત. આધુનિક ક્રિકેટમાં 220 રનનું લક્ષ્ય સર કરી શકાય છે. 78 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર રોહિત શર્માની પ્રશંસામાં પંડયાએ કહ્યું કે, તેની ઇનિંગ્સ અસાધારણ હતી. તેની ઇનિંગ્સ શાનદાર નહીં જબરદસ્ત હતી, જ્યારે 81 રન કરનાર રિકલ્ટન વિશે હાર્દિકે કહ્યું, તે ગત સિઝનથી અમારા માટે સારું કામ કરી રહ્યો છે. ત્રણ વિકેટ લઇ પ્લેયર ઓફ ધ મેચ બનનાર શાર્દુલ ઠાકુરની પ્રશંસામાં હાર્દિકે કહ્યું, મેં તેને કહી દીધું ઘણી ફ્રેન્ચાઇઝી બદલી, હવે કેરિયરના અંત સુધી એમઆઇ સાથે રહેજે.

Panchang

dd