• મંગળવાર, 31 માર્ચ, 2026

કચ્છી દંપતિ ન્યાયાધીશ એક જ દિવસે થયા નિવૃત્ત

માંડવી, તા. 30 : મૂળ ભુજ અને રાજ્યમાં અડધો ડઝન કરતાં વધોર જિલ્લાઓમાં ન્યાયક્ષેત્ર સેવા આપી ચૂકેલા જસ્ટિસ નીલેશકુમાર અરુણકુમાર અંજારિયા ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ પદેથી વયનિવૃત્ત થતાં બાર એસોસિએશન દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. યોગાનુંયોગ એક જ સમાન દિને જસ્ટિસ નીલેશભાઈના અર્ધાગીની આશાબેન અંજારિયા પણ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ પદેથી વયનિવૃત્ત થતાં અનોખો યોગ સર્જાયો હતો. અભ્યાસુ અને કાયદાના વિષયમા વિદ્વતા થકી ચાહના પ્રાપ્ત નીલેશભાઈએ ભુજની કોલજેમાંથી ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી કારકિર્દીની શરૂઆત કચ્છ-ભુજથી કરેલી, તેમના પિતા અરુણભાઈ અંજારિયાએ કચ્છમાં કેળવણીના પ્રચાર-પ્રસારમાં અંતરિયાળ વિસ્તારો લગી વરિષ્ઠ કેળવણી નિરીક્ષક તરીકે નેત્રદીપક આપેલું. નીલેશભાઈના સહધર્મચારિણી જ. આશાબેનનું વતન અમદાવાદ અને તેમણે અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રીક્ટ જજ પદેથી નિવૃત્તિ લીધી. આશાબેને એલ.એલ.બી.ની ઉપાધિ મેળવેલી છે. ચાલુ વર્ષે આ દંપતિએ મોભાદાર જિલ્લા ન્યાયાધીશ પદેથી એક જ દિવસે વયનિવૃત્તિ લીધી એ સુયોગ કહેવાયો છે. અંજારિયા દંપતિએ વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, નડિયાદ, અરવલ્લી સહિત સેવાઓ આપી હતી. નીલેશભાઈના માતા રમાબેન પણ પ્રાથમિક શિક્ષિકા તરીકે નિવૃત્કાળ ભોગવે છે અનઋઁ શ્રી અંજારિયાના દાદા રોહા જાગીરની કચ્છની પ્રથમ અંગ્રેજી સ્કૂલમાં આચાર્યપદે પ્રતિભા ધરાવતા હતા.

Panchang

dd