• મંગળવાર, 31 માર્ચ, 2026

નખત્રાણામાં જાહેરમાં માંસ ભરેલા ત્રણ બાચકા મળ્યા

નખત્રાણા, તા. 30 : અહીં ગઈકાલે ઘેટાં-બકરા ફાર્મ (ગાડલિયાવાસ)ની બાજુમાં કોઈકે માંસના ભરેલા ત્રણ બાચકા અને પાડા કે ભેંસનું કપાયેલું માથું ફેંકી જતા સ્થાનિકોએ હિન્દુ યુવા સંગઠનમાં જાણ કરી હતી. સંગઠનના કાર્યકર્તાઓ જગ્યા પર પહોંચ્યા હતા અને તપાસ માટે પોલીસને બોલાવ્યા હતા. આગળની કાર્યવાહી માટે પોલીસે પશુ ચિકિત્સકને ખરાઈ કરવા માટે બોલાવ્યા હતા, જ્યાં ચિકિત્સકે જણાવ્યું કે, આ ત્રણેક જેટલા પશુનું કતલ કરેલું માંસ છે. બાદ સંગઠનના જવાબદાર ભાઈઓએ પોલીસને યોગ્ય તપાસ કરવા અને આવી રીતે જાહેર જગ્યા પર પશુ માંસ ફેંકી દેવા બદલ ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી.

Panchang

dd