• મંગળવાર, 31 માર્ચ, 2026

રોહિતે રચી કીર્તિમાનની હારમાળા

મુંબઇ, તા. 30 : રોહિત શર્માએ આઇપીએલ-2026ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. તેણે ગઇકાલે કેકેઆર સામેની મેચમાં 38 દડામાં 20પ રનની સ્ટ્રાઇક રેટથી 6 ચોગ્ગા અને 6 છગ્ગાથી 78 રનની આતશી ઇનિંગ રમી હતી. આથી મુંબઇ ઇન્ડિયન્સે પાંચ દડા બાકી રહેતાં આસાનીથી 221 રનનું વિજય લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. 78 રનની ઇનિંગ્સ દરમિયાન રોહિતે એકથી વધુ રેકોર્ડ બનાવ્યા હતા. આઇપીએલમાં કેકેઆર વિરુદ્ધ રોહિતના નામે સૌથી વધુ 1161 રન થયા છે. અગાઉ આ રેકોર્ડ ડેવિડ વોર્નર (1093)ના નામે હતો. રોહિતે 23 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. જે તેની આઇપીએલમાં સૌથી ઝડપી ફિફટી છે. 201પ ફાઇનલમાં સીએસકે સામે 2પ દડામાં અર્ધસદી કરી હતી. આ ઉપરાંત રોહિતે આઇપીએલમાં પ0મી વખત પ0 પ્લસ સ્કોર બનાવ્યો હતો. આવું કરનારો તે ચોથો બેટર બન્યો છે. કોઇ એક ટીમ સાથે સૌથી વધુ 1161 રનનો પણ રેકોર્ડ રોહિતે બનાવ્યો હતો. વિરાટ કોહલીએ પંજાબ સામે 119 રન કર્યા છે. રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં પપ0 છગ્ગા પૂરા કર્યા છે. તે આવું કરનારો ભારતનો અને એશિયાનો પહેલો બેટધર છે.

Panchang

dd