• મંગળવાર, 31 માર્ચ, 2026

માણાબા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ જળ દિવસ ગામનાં તળાવની સફાઈ કરીને ઊજવાયો

રાપર, તા. 30 . તાલુકાની વિકસિત માણાબા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ટીમ, ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ અને યુવાનોને સાથે રાખીને ગામ તળાવની સફાઈ કરી વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત ખાતે વિશ્વ જલ દિવસ વિશેની જાણકારી આપતા સરપંચ અકબરભાઇ રાઉમાએ જળ વ્યવસ્થાપન સંરક્ષણ સાથે સંગ્રહપૂર્વક આવનારી પેઢીઓ માટેની ચિંતા કરી પાણીનો સદ્ઉપયોગ કરવા જણાવી પાણીનો બગાડ અટકાવી સદ્ઉપયોગ કરી ગામનાં તળાવો, નદીઓ, કૂવા વગેરેને પ્રદુષિત થતા બચાવી સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. સૌ ગામલોકોએ સાથે મળીને ગામ તળાવ પાસે ઊગી નિકળેલાં ગાંડા બાવળના ઝાડી ઝાંખરા કાઢી, પ્લાસ્ટિક, કાગળ, વેસ્ટ કપડાં, કચરાના ઢગલા દૂર કરીને તળાવની સફાઈ કરી હતી. તળાવની ફરતે પાળની સાફસફાઈ થઇ જતાં ગામ તળાવ રળિયામણું દેખાવા લાગ્યું હતું. આ કામગીરીમાં ઉન્નતિ સંસ્થા પણ સહયોગી બની હતી. ગામના ઉપસરપંચ સુલેમાન રાઉમા, ગણેશા ભાઇ રાવરિયા, કુંભાભાઇ જતરારા, મનજીભાઈ જતરારા, ભગુભાઇ વાઘેલા, કરીમભાઇ રાઉમા, જેમલભાઇ કોલી, નાગજીભાઇ કોલી, બાબુભાઈ કોલી, રામજીભાઇ કોલી વગેરે જોડાયા હતા.

Panchang

dd