ભુજ, તા. 23 : દાડમના
વેપારી કપિલનાથ બાવાજીને દાડમ વેચાતાં આપ્યાં હતાં, જે પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપી
કપિલનાથને એક વર્ષની સાદી કેદનો હુકમ થયો છે. ફરિયાદી શીલાબેન શિવજીભાઇ પિંડોરિયાએ
આરોપી કપિલનાથ બાવાજીને દાડમ વેચ્યાં હતાં, જે પેટે બાકી
નીકળતી રકમ રૂા. 1.50 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક પરત ફરતાં ફરિયાદ
દાખલ કરાઇ હતી. આ કેસમાં ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને
તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 1.50 લાખ
વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે રાજેશ
માણેકભાઇ ગઢવી, હર્ષ ગોસ્વામી, વી.કે. ડાભી, જે.એમ.
ગઢવી હાજર રહ્યા હતા.