ભુજ, તા. 23 : શહેરના
ત્રિમંદિર ત્રણ રસ્તા પાસે ક્રેટા કારમાં બિયરના બાવન ટીન અને શરાબ બે બોટલ લઇને
જતા બે યુવાનને એલસીબીએ ઝડપી લીધા હતા. આજે સાંજે 4.30 વાગ્યાના અરસામાં એલસીબીની ટીમ
પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના પગલે ત્રિમંદિર ત્રણ રસ્તા પાસે કાળા કલરની ક્રેટા કાર નં.
જીજે-12-એફએફ 8181ને રોકાવી તલાશી લેતાં તેમાં
બિયરના ટીન નંગ-52 તથા વ્હીસ્કીની બે બોટલ એમ કુલે રૂા. 16,620ના
શરાબના જથ્થા તથા 10 લાખની કાર સહિતના મુદ્દામાલ સાથે ભાવિક દિનેશભાઇ અનમ (રહે.
આઇયાનગર, ભુજ)
અને સ્મિત જીતેન્દ્રભાઇ ઠક્કર (રહે. પ્રમુખસ્વામીનગર, ભુજ)ને
ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી.