ભુજ, તા. 23 : નખત્રાણા
પોલીસ મથકે નોંધાયેલા વ્યાજખોરીના ગુનાનો છેલ્લા એક માસથી નાસતો-ફરતો આરોપી
અનિલસિંહ વિશુજી જાડેજા (રહે. બિબ્બર,
તા. નખત્રાણા)ને નખત્રાણા પોલીસે ભુજથી ઝડપી પાડયો હતે. નખત્રાણાના
પી.આઇ. જે.ડી. સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો
ત્યારે ખાનગી બાતમી મળી કે, વ્યાજખોરીના ગુનાનો છેલ્લા એક
માસથી નાસતો-ફરતો આરોપી અનિલસિંહ જાડેજા હાલે ભુજ આરટીઓ સર્કલ પાસે આવેલી એસ.કે.
ફાયનાન્સ ઓફિસ ખાતે હાજર છે, આથી તેને પકડીને કાયદેસરની કાર્યવાહી
કરી છે.