• શનિવાર, 14 માર્ચ, 2026

પીજીવીસીએલ દ્વારા રૂા. 126.2 લાખના ગેરરીતિના બિલ અપાયાં

ભુજ, તા. 13 : પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશમાં 195 વીજ જોડાણમાં ગેરરીતિ પકડાતાં 126.2 લાખની ગેરરીતિનાં બિલ અપાયાં હતાં. પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળ જુદી-જુદી પેટા વિભાગીય કચેરીઓમાં ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુંદરા, નખત્રાણા, ખાવડા, ભુજોડી, મુંદરા, ગુંદાલા, માંડવી ગ્રામ્ય, માંડવી શહેરમાં 31 વીજ ચેકિંગ ટીમ દ્વારા ઘર વપરાશ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા ખેતીવાડીના 2264 જોડાણ ચેક કરાયાં હતાં, જે પૈકી 195 વીજજોડાણમાં ગેરરીતિ પકડાતાં ગેરરીતિનાં બિલ અપાયાં હતાં. 

Panchang

dd