ગાંધીધામ, તા. 13 : ભુજમાં એક મહિના અગાઉ રૂા.
1,05,000ની ઘરફોડ ચોરી પ્રકરણમાં પોલીસે
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી તેની પાસેથીએ મોબાઈલ જપ્ત કર્યા હતા. ભુજના
પ્રભુનગર પાસે એક મહિના અગાઉ રાણા મગાભાઈ મહેશ્વરીનાં ઘરમાંથી રોકડ રૂા. પપ,000 દાગીના તથા
મોબાઈલ એમ કુલ રૂા. 1,05,000ની
મતાની ચોરી થઈ હતી. બનાવ અંગે પોલીસ તપાસમાં હતી દરમ્યાન જૂની રાવલવાડી, શંકર મંદિર પાસે ઊભેલા એક કિશોર પાસે રહેલ મોબાઈલ
ચોરી કે છળકપટથી મેળવાયેલ હોવાની બાતમી મળતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને આ કિશોરને
પકડી પાડી તેની માતા સમક્ષ તેની પૂછપરછ કરતાં તેણે એક મહિના પહેલા પ્રભુનગર નજીક દિવસ
દરમ્યાન તાળાં તોડી મકાનમાંથી મોબાઈલ તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી.
તેની પાસેથી બે મોબાઈલ જપ્ત કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.