ગાંધીધામ, તા. 2 : મુંદરા-અંજાર ધોરીમાર્ગ ઉપર
થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વાલજી પાંચાભાઈ ઝરૂ (ઉ.વ. 32)નું મૃત્યુ થયું હતું. માન
કંપનીની સામે અશોકવિહાર હોટેલ સામે ધોરીમાર્ગ ઉપર ગત તા. 2/4ના અકસ્માત થયો હતો. પૂરપાટે
આવતા ટ્રક-ટેઈલર જીજે-12- બીવાય-9444ના ચાલકે વેગેનાર ગાડી જીજે- 08-એ.ડબલ્યુ.-1434 અને મોટરસાઈકલ જીજે-39-ડી-3386ને ટક્કર મારી હતી, જેમાં મોટરસાઈકલ ઉપર સવાર વાલજીભાઈને માથાના
ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી
હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક ભુવડ
પોતાના ઘરેથી માન કંપનીમાં નોકરી માટે જતા હતા, તે સમયે આ બનાવ
બન્યો હતો. આ અંગે કાનજીભાઈ જીવાભાઈ ઝરૂની ફરિયાદીના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.