• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

ભુજ હનીટ્રેપમાં કાકાજી સસરો બનેલો ફકીરો ઝડપાયો

ભુજ, તા. 2 : તાજેતરના ચકચારી હનીટ્રેપમાં આરોપી નગરસેવક હમીદના કહેવાથી યુવતીનો કાકાજી સસરો બનેલો વધુ એક આરોપી હાસમ ઉર્ફે ફકીરો કાસમ કાતિયારને એલસીબીએ ઝડપી લીધો છે અને આરોપી મુખ્ય સૂત્રધાર મુસ્કાન પાસેથી રૂા. 3.40 લાખ રોકડા તથા બલેનો કાર પોલીસે હસ્તગત કરી છે. ઉપરાંત મુસ્કાન અને મામદના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ ચર્ચાસ્પદ હનીટ્રેપ કેસ અંગે એલસીબીના પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફરિયાદી યુવાનને આરોપી મુસ્કાને હિલગાર્ડન મળવા બોલાવ્યો ત્યારે ત્યાં આ યુવતી મુસ્કાનના કાકાજી સસરા તરીકે આરોપી હાસમ ઉર્ફે ફકીરો કાસમ કાતિયાર (રહે. ગાંધીનગરી, એરપોર્ટ રોડ-ભુજ)ને આરોપી અબ્દુલ હમીદ સમા (નગરસેવક)ના કહેવાથી ત્યાં હાજર હતો. મુસ્કાને પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું હતું કે, ફરિયાદી યુવાનને મુસ્કાનના ફોન મારફત હમીદે જ મેસેજ કરી સપડાવ્યો હતો. બીજી તરફ આરોપી મુસ્કાન પાસેથી રોકડા રૂા. 3.40 લાખ અને બલેનો કાર પોલીસે હસ્તગત કર્યાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આરોપી મુસ્કાન અને મામદને પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે ચીફ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસ તા. 4/4 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd