ભુજ, તા. 2 : ત્રણેક વર્ષ પૂર્વે મમુઆરાની
ચાઇનાક્લેની ફેક્ટરીમાંથી મોરબીની કંપનીએ 24 ગાડી સફેદ ચાઇનાક્લેની મેળવી તેના રૂા. 28,76,641 લાખ ન ચૂકવતાં એક વર્ષ પૂર્વે
કંપનીના ચાર ઇસમ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં આરોપી અમદાવાદના અશોક જયંતીલાલ મહેતાને
બાતમીના આધારે નવી મુંબઇ વાશીથી એલસીબીએ ઝડપી લીધો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી
વિગતો મુજબ એક વર્ષ પૂર્વે પદ્ધર પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા
આરોપીઓની તપાસમાં હે.કો. મહિપાલસિંહ પુરોહિતને હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સના
આધારે ખાનગી બાતમી મળતાં આરોપી અશોક મહેતા મહારાષ્ટ્રના નવી મુંબઇ વાશી ખાતેથી મળી
આવતાં અટકાયત કરી પદ્ધર પોલીસને સોંપવામાં આવ્યો છે.