ગાંધીધામ, તા. 2 : અંજારમાં લગ્નની લાલચ આપી શખ્સે
યુવતી ઉપર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો.
પોલીસનાં સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી વિશાલ ભૂપેન્દ્રભાઈ બારોટ (રહે. ગ્રીન
લેન્ડ સોસાયટી, મેઘપર કુંભારડી, તા. અંજાર)એ
30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ
આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી ભોગ બનનારને દોઢ માસનો
ગર્ભ રાખી દીધો હતો. ફરિયાદી અને આરોપી અંજાર તાલુકામાં આવેલા એક ઔદ્યોગિક એકમમાં સાથે
કામ કરતા હતા, ત્યારબાદ બંને જણ સંપર્કમાં
આવ્યા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આજથી અઢી વર્ષ પહેલાં આ બનાવ બન્યો હતો.
પીડિતાએ લગ્ન કરવાનું કહેતાં તહોમતદારે ફરિયાદીને માર મારીને ગાળો આપી હતી. આ ચકચારી
બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.