• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

બહેનની પાછળ પડી ભાઈને છરીના ઘા મારનારા આશિકે વખ ઘોળ્યું

ભુજ, તા. 2 : માધાપરમાં યુવતીની છેડતી અને ત્યારબાદ તેના ભાઈ સાથે થયેલા ઝઘડાનાં મનદુ:ખમાં ભાઈને છરીના ઘા માર્યાના બનાવના આ એક તરફી પ્રેમી આરોપી હરેશ મૂળજીભાઈ સોલંકી (દરજી)એ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે માધાપર પોલીસ મથકે નોંધાયલી ફરિયાદ મુજબ માધાપરના નવાવાસમાં ગોકુલધામ પાસેની વૃંદાવન સોસાયટીમાં એકલા રહેતા અને માનસિક રીતે અસ્વસ્થ એવા બાવન વર્ષના આધેડ હરેશભાઈએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી અને તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્મત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ વી. જી. પરમારે હાથ ધરી છે. સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ હરેશનાં માતા-પિતા અને ભાઈ અવસાન પામતાં તે એકલવાયું જીવન જીવતો હતો. નોંધનીય છે કે, માધાપરમાં યુવતીએ આ મૃતક હરેશ વિરુદ્ધ અવાર-નવાર પીછો કરવા અને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ જબરદસ્તીને લઈ આરોપી હરેશ અને યુવતીના ભાઈ ગૌરવ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનાં મનદુ:ખમાં બે ત્રણ દિવસ બાદ આ એક તરફી પ્રેમમાં પાગલ એવા આરોપી હરેશે ગૌરવને આરટીઓ સર્કલ પાસે રોકાવી ગાળાગાળી કરી છરીના ઘા માર્યા હતા, જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ વચ્ચે આજે આ બન્ને કેસના આરોપી એવા હરેશે અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd