ભુજ, તા. 21 : લોનની બાકી નીકળતી રકમ મામલે
ચાલતા કેસમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટે બાકીદાર અમીન આમદ ભટ્ટી વિરુદ્ધ ચુકાદો આપી એક
વર્ષની સાદી કેદ તથા રૂા. 10 લાખ વળતર
પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. ધી ભુજ કોમર્શિયલ કો.-ઓપ. બેંક લિ.ના લોન બાકીદાર અમીન
ભટ્ટી વિરુદ્ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કરાયો હતો,
જેનો આખરી ચુકાદો સંભળાવતાં ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ અમીન ભટ્ટીને
તકસીરવાન ઠેરવી બેંકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કરેલા હુકમમાં આરોપીને એક
વર્ષની સાદી કેદની સજા, તેમજ 30 દોવસમાં રૂા. 10 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા
આદેશ કર્યો હતો અને જો તેમ કરવામાં ચૂક થાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો આદેશ
આપ્યો હતો. આ કેસમાં બેંક વતી ધારાશાત્રી પ્રફુલ્લભાઈ આર. પટેલ અને રોનક પી. પટેલે
હાજર રહી દલીલો કરી હતી.