ભુજ, તા. 17 : માધાપર
પોલીસ વિસ્તાર-ખાવડા માર્ગે ગેરકાયદે રીતે ડીઝલ વેચતા ત્રણ શખ્સોને શંકાસ્પદ
ડીઝલના જથ્થા સાથે એલસીબીએ ઝડપી પાડયા હતા. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ
તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે ભરત ગોપાલ કેરાસિયા
(રહે. સુમરાસર શેખ)ને તેની ભાડે આપેલી રૂદ્રાણી કૃપા હોટલ પરથી શંકાસ્પદ 220 લીટર
ડીઝલ કિં. રૂા. 19,800 અને આ જ રીતે ભાડે રાખેલ મહા રૂદ્રાણી
હોટલ પરથી ઓસ્માણ મલુક નોડે (રહે. અકલી-ખાવડા)ને 200 લિટર ડીઝલ કિ. રૂા. 18000 તેમજ
ભાડે રાખેલ ગેરેજ વાઘેશ્વરી ગેરેજ એન્ડ રિપેરિંગ પરથી વિશાલ શિવજીભાઇ છાંગા (આહીર)
(રહે. કુનરિયા)ને 500 લીટર ડીઝલ કિં. રૂા. 45000ના
મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી અર્થે માધાપર પોલીસને સોંપ્યા છે.