• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

ભૂકંપ સહાયની રકમ ઉપાડનારને પુરાવાના અભાવે નિર્દોષ છોડતી રાપર કોર્ટ

ગાંધીધામ, તા. 25 : દેના બેંકની રાપર શાખામાંથી અન્ય વ્યક્તિનાં નામે ભૂકંપ સહાયની રકમ ઉપાડનારને પુરાવાના અભાવે નિર્દોષ છોડવાનો ચુકાદો રાપરની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ બનાવની હકીકત મુજબ તા. 25/3/2005ના દેના બેંકની રાપર શાખામાંથી રહીમ અલારખા ભટ્ટી અને નારણભાઈ જગાભાઈ રબારીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભૂકંપ સહાયના લાભાર્થીઓને ચૂકવવાના સહાયના પૈસા ખાતેદારોનાં નામે પોતે ખાતેદાર બની પૈસા ઉપાડવાની પરચીમાં પોતે અંગૂઠા કરી-કરાવી મૂળ ખાતેદારનાં ખાતાઓમાંથી પૈસા ઉપાડી જઈ તેમજ આંકડા અને શબ્દોમાં ફેરફાર કરી બેંક સાથે છેતરાપિંડી કરી કરી હતી. આ અંગેની ફરિયાદ જે-તે વખતના દેના બેંક રાપરના મેનેજર દ્વારા કરાઈ હતી.. કેસની તપાસને અંતે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસમાં ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલ 10 સાહેદ અને 31 દસ્તાવેજી પુરાવા બેંકની સ્લીપ, એફએસએલના અભિપ્રાયો વગેરે તથા બંને પક્ષકારને સાંભળીને સંભાળ્યા હતા. એચ.કે. સંન્યાલે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપી પક્ષે વકીલ તરીકે જી.જી. પૂજારા, પી.જી. પૂજારા, ટી.જી. પૂજારા, એમ.આર. જાડેજા અને એલ.એફ. કુબડિયાએ હાજર રહી દલીલો કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd