• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ગાંધીધામની ભાગોળે ટ્રેક્ટરને ટ્રકે હડફેટે લેતાં એકનું મોત

ગાંધીધામ, તા. 24 : ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર આગળ જતા ટ્રેકટરને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં ગોલુ સુન્ના બારિયા (ઉ.વ. 20)નું મોત થયું હતું. અન્ય એકને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ ભચાઉના શિવલખાની સીમમાં રાહુલકુમાર ગગનદેવ મહતો (ઉ.વ. 22)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. ગાંધીધામ તાલુકાના જવાહર નગરમાં રહેનાર ગોલુ બારિયા તથા જીતુન નામના યુવાનો ટ્રેકટર નંબર જી.જે. 12 ડી.એમ. 5213 લઇને ગળપાદરના નાગેશ્વર પ્લોટ ખાતે લાકડા ખાલી કરવા ગયા હતા. આ બંને પોતાનું કામ પતાવી ટ્રેકટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા, ત્યારે ભચાઉ- ગાંધીધામ માર્ગ પંચરત્ન માર્કેટ સામે પહોંચ્યા હતા, ત્યારે પાછળથી આવતા ટ્રક નંબર એચ.આર. 74-બી.-0186એ ટ્રેકટરને હડફેટે લેતાં ગોલુને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું, જ્યારે જીતુનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મુન્ના ગજહિંગ બારિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ બિહારના રાહુલકુમારે શિવલખાની સીમમાં અંતિમ પગલું ભરી લીધું હતું. આ પાપ્રાંતીય શ્રમિકે લીમડાના ઝાડમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd