ગાંધીધામ, તા. 8 : શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં
જુગાર રમતા છ?શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 15,400 જપ્ત કર્યા હતા. શહેરનાં જૂની
સુંદરપુરી રામબાગ રોડ હનુમાન મંદિરની બાજુમાં આજે સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી.
અહીં જાહેરમાં જુગાર રમતા લાલજી ભચુ સવાણી (સથવારા), સુરેશ નારાણ સવાણી (સથવારા), ભરત
રણછોડ રાઠોડ (સથવારા), અનિરુદ્ધ હંસરાજ પટેલ (સથવારા), જેઠાલાલ બીજલ સથવારા તથા હરિલાલ
બીજલ સથવારા નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. ગંજીપાના વડે જુગાર રમતા અને પોલીસના
હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 15,400 હસ્તગત કરવામાં આવ્યા હતા.