ભુજ, તા. 30 : માંડવી તાલુકાના કોટડી ત્રણ રસ્તાથી ભોજાય વચ્ચે
શંકાસ્પદ બોક્સાઇટ (ખનિજ) ભરેલી ટ્રક એલસીબીએ ઝડપી પાડી હતી.આ અંગે એલસીબીએ જાહેર કરેલી
વિગતો મુજબ એએસઆઇ દેવજીભાઇ મહેશ્વરી અને હે.કો. મૂળજીભાઇ ગઢવી ગઢશીશા પોલીસ વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતા, ત્યારે સંયુક્ત બાતમી મળી હતી કે, કોટડી ત્રણ રસ્તાથી ભોજાય વચ્ચે
આવેલા બોક્સાઇટ પ્લાન્ટના મેઇન ગેટની સામે રોડ ઉપર એક ટ્રકમાં શંકાસ્પદ ખનિજનો જથ્થો
ભરેલી ટ્રક ઊભી છે.આથી તપાસકર્તા વાહનચાલક મળી આવ્યો હતો. 20 ટન બોક્સાઇટ ભરેલી ટ્રક
નં. જી.જે. 12 બી.ડબલ્યુ.-9094 વાહનને શક પડતાં મુદ્દામાલ સાથે કબજે લઇ આગળની કાર્યવાહી
અર્થે ગઢશીશા પોલીસને સોંપવામાં આવ્યું છે.