ગાંધીધામ, તા.30 : અંજારમાં મહિલાની છેડતી
બાદ બે જણે ભોગ બનનાર અને તેના પુત્ર ઉપર હુમલો કર્યો હોવાની મામલો અંજાર પોલીસ
ચોપડે નોંધાઈ હતી. પોલીસે વિગતો આપતા જણાવ્યું
હતું કે ખારીરોહરના ઈમામશા ફતેશા શેખદાદાએ 43 વર્ષીય મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી
છેડતી કરી હતી. ત્યારબાદ આરોપી ઈમામશા અને બાબુભાઈ વિરડા (મોટી નાગલપર, તા. અંજાર)એ
ભોગ બનનારના રાત્રે ઘરે લઈને પીડીતા અને તેના પુત્રને ધોકા વડે મારી ઘરના બારી દરવાજાને
નુકસાન પહોંચાડયું હતું. આ ઉપરાંત વોટસએપ ઉપર ઓડીયો કિલીપ મોકલી ફરિયાદી અને તેના પુત્રે
જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં વર્ણવવામાં આવ્યું છે. આ બનાવ તા. 20/8/2024થી તા. 29/11/2024 સુધીના અરસામાં
બન્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.