ગાંધીધામ, તા. 29 : શહેરના
કાર્ગો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા.
15,200 જપ્ત કર્યા હતા. શહેરના કાર્ગો એક્તાનગરમાં આવેલી એક શેરીમાં ગત મોડી રાત્રે
અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી અને જગદીશ હરખા પરમાર, ફારૂકશા
રમજુશા દિવાન, મુન્નાશા શુભ્રાંતિશા ફકીર તથા રમેશ જીવણ મકવાણા નામના શખ્સોને પકડી
પાડયા હતા. જાહેરમાં પત્તા ટીંચતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા.
15,200 જપ્ત કરાયા હતા.