• મંગળવાર, 26 નવેમ્બર, 2024

ગાંધીધામમાં ગુમ થયેલા 63 મોબાઈલ ફોન પોલીસે શોધ્યા

ગાંધીધામ, તા. 24 : શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોનને શોધીને પોલીસે  મૂળ માલિકોને સુપરત કરી તેરા તુજકો અર્પણના અભિગમને સાર્થક કર્યો હતો. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામ શહેર અને આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોના મોબાઈલ ફોન ગુમ થવાના કે પડી જવાના બનાવો વધુ  પ્રમાણમાં બનતા હોય છે. આ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. બી-ડિવિઝન પી.આઈ. એસ.વી. ગોઝિયા દ્વારા અરજદારો દ્વારા આપવામાં આવેલી અરજીઓની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમ્યાન ટેકનિકલ  સર્વેલન્સ, સી.ઈ.આઈ.આર., ધ પોર્ટલની મદદથી ખોવાયેલા 63  મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. આ મોબાઈલ ફોનની કિંમત રૂા. 4.41  લાખ આંકવામાં આવી છે. પોલીસે તમામ ગુમ થયેલા ફોન રિકવર  કરીને મોબાઈલધારોકોને પરત સોંપ્યા હતા અને તેરા તુજકો અર્પણ અભિગમને સાર્થક કરી બી - ડિવિઝન પોલીસ દ્વારા  પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ કો. હરદાનભાઈ સુખાભાઈ જોડાયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang