ભુજ, તા. 16
: તાલુકાની કેરા પંચાયતના બોરની પાસે પાણી પુરવઠાના રાખેલા વાયર, મોટર અને વોટર પંપ
એમ કુલે રૂા. 1,45,000ના મુદ્દામાલની રાત વચ્ચે ઉઠાંતરી થઇ છે. આ ચોરી અંગે વોટર
સપ્લાયમાં નોકરી કરતા અને કેરા રહેતા નાનજીભાઇ માવજીભાઇ ભુડિયાએ માનકૂવા પોલીસ
મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલ રાતથી આજ સવાર સુધી કેરા પંચાયતના બોર પાસે ખુલ્લામાં
રાખેલા પાણી પુરવઠા વિભાગનો કાળા રંગનો 10 એમ.એમ.નો કોપર વાયર, 2500 ફૂટ કોપર વાયરનો
જથ્થો જેની કિં. રૂા. 90 હજાર તથા 40 હોર્સપાવરની જૂની મોટર કિં. રૂા. 30 હજાર, એક
વોટર પંપ કિં. રૂા. 20 હજાર અને પાંચ હજારનો અન્ય ભંગાર એમ કુલે રૂા. 1,45,000ના મુદ્દામાલ
કોઇ અજાણ્યો
ચોર ઇસમ ચોરી કરી લઇ?ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.