• શુક્રવાર, 03 મે, 2024

ગાંધીધામમાં પોલીસની સૂચના પેટીનાં માધ્યમથી પિસ્તોલ સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં સૂચના બોક્ષ મુકાયા હતા. જેમાં જાગૃત નાગરીકની સૂચનાના આધારે ગાંધીધામમાં પિસ્તોલ સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. શહેરના ઓસીયા મોલ પાસે એસ. જીવરાજ શો રૂમની નીચે દ્વારકા ટી સ્ટોલ પાસે એક શખ્સ બંદુક સાથે ઉભો હોવાની બાતમીના આધારે પોલીસ તપાસ આરંભી હતી. દરમ્યાન આરોપી કમલ ઉર્ફે શની અશ્વિનભાઈ શર્મા (રહે. પ્લોટ નં.217, સુભાષ નગર ગાંધીધામ) પાસે દેશી હાથ બનાવટની પિસ્ટલ કબ્જે લેવાઈ હતી. જેની કિંમત રૂા. 10 હજાર આંકવામાં આવી છે. પકડાયેલા આરોપીની પુછપરછમાં તેણે પિસ્તોલ એકાદ મહિના પહેલાં આરોપી શનીસિંગ ઉર્ફે સોની (રહે. તરનતારણ,પંજાબ)પાસે લીધી હોવાની કેફીયત આપી હતી. નોંધપાત્ર છે કે પોલીસ સજેશન બોક્ષને મુકવાની પહેલ થકી ભુતકાળના સમયે ગાંધીધામના વિસ્તારમાંથી પોલીસે દારૂના દરોડા પાડવા સહિતની કામગીરી કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang