• ગુરુવાર, 11 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. અંજનાબેન ઉલ્લાસભાઇ વૈષ્ણવ તે સ્વ. ઉલ્લાસભાઇ વૈષ્ણવ (ભુજ નગરપાલિકા)ના પત્ની, સ્વ. પ્રેમિલાબેન મુલશંકર વૈષ્ણવના પુત્રવધૂ, સ્વ. જ્યોત્સનાબેન શિવપ્રસાદ છાયાના પુત્રી, કલ્પેન્દ્રભાઇ, સ્વ. પુષ્પેન્દ્રભાઇ, સ્વ. પ્રકાશભાઇ, વિરલભાઇના બહેન તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : મૂળ વિંઝાણના પુષ્કણા બ્રાહ્મણ ગં.સ્વ. મંજુલાબેન પુરુષોત્તમ કેવડિયા (ઉ.વ. 87) તે સ્વ. શિવજી દામોદરના પુત્રવધૂ, સ્વ. પુરુષોત્તમ શિવજી કેવડિયાના પત્ની, સ્વ. હરિલાલ, સ્વ. રણછોડદાસ, સ્વ. રવિશંકરના ભાઇના પત્ની, સ્વ. ગોદાવરીબેન, સ્વ. જયાબેન, સ્વ. રમાબેન, સ્વ. હેમલતાબેનના દેરાણી, સ્વ. દામોદર રણછોડદાસ પણિયા (મુંદરા)ના પુત્રી, સ્વ. જયાબેન, સ્વ. ચંદુલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. બબીબેન, સ્વ. દોલતરામ, ગં.સ્વ. લીલાવંતીબેન ચોટિયાના બહેન, નીતાબેન, સ્વ. રક્ષાબેન, વર્ષાબેનના માતા, સુભાષ ઢાંકી, પ્રભુદાસ લુદ્રના સાસુ, ગૌરીશંકર, કિશોરભાઇ (પંજાબ નેશનલ બેંક), વેલજીભાઇ, રાજેશભાઇ (જયરાજ એસ્ટેટ), હિરેનભાઇ (જીએસઆરટીસી), મહેશભાઇ, રીટાબેન, દિનતાબેન (મુંદરા), નયનાબેનના કાકી, કરણ (ફાયર ડિપાર્ટમેન્ટ), બિંદીયા ઉમેશ કેવડિયા, ફેનીલ કરણ હર્ષ, કેવલ, નૈતિક, ધ્રુવ, ઇશાના મોટા નાની તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, લક્ષ્મી બેકરીની સામે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

આદિપુર : મૂળ ખંભરા (તા. અંજાર)ના કમલેશ દેવજીભાઈ ખોખર (ઉ.વ. 32) તે નાથીબેન દેવજીભાઈ વરજાંગ ખોખરના પુત્ર, સ્વ. રાજીબેન વરજાંગભાઈના પૌત્ર, હિમાબેન ગાંગજી નથુ ખોખર (મિરજાપર), ભચીબેન સ્વ. રાયશીભાઈ, ભાનુબેન આત્મારામ, શાંતાબેન સુમાર, હિરૂબેન મગન, લક્ષ્મીબેન લાલજી પઢિયાર, ગં.સ્વ. સોનાબેન ધનજી જખુ લોંચા (આદિપુર)ના ભત્રીજા, મહેશ, લક્ષ્મણ, જગદીશ, મુકેશ, રાહુલ, દીપક, રમેશ, અજય, નિખિલ, સ્વ. જ્યોતિબેન મેઘજી મણોઢિયા (ખંભરા), શાંતાબેન લાલજી બુચિયા (ફરાદી), ચંદાબેન કાનજી મંગરિયા (ભુજોડી), ભાવનાબેન અનિલ લોંચા (કુકમા)ના ભાઈ, ગં.સ્વ. સવિતાબેન પુનાભાઈ બુચિયાના (દોહિત્ર), અરજણ પુના, સ્વ. ઈશ્વર પુના, વિશ્રામ પુના બુચિયા (જાબુંડી)ના ભાણેજ, મંજુલાબેન, મીનાબેન, વેલબાઈ, લક્ષ્મીબેન, જાગૃતિબેન, ભાવિકાબેન, આરતીબેનના દિયર, ખુશાલી, ધૈર્યના કાકા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 13-6-2026ના શનિવારે સાંજે આગરી અને તા. 14-6-2026ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મેઘમાયા સોસાયટી, આદિપુર ખાતે.

અંજાર : મૂળ લાયજાના ચંદ્રેશનાથ બટુકનાથ નાથબાવા (ઉ.વ. 35) તે નર્મદાબેન બટુકનાથના પુત્ર, સ્વ. જમનાબેન મેઘનાથના પૌત્ર, ચંદ્રિકાબેનના પતિ, સોલંકી નરોત્તમ ખુશાલભાઈના જમાઈજ્યોતિબેનના જેઠ, દેવનાથ મેઘનાથ, દિનેશનાથ મેઘનાથ, મંગલનાથ મેઘનાથ, સ્વ. સોમનાથ રામનાથ, હરિનાથ રામનાથ, વિનોદનાથ રામનાથ, શાંતિનાથ રામનાથ, ધર્મેન્દ્રનાથ રામનાથ, નવીનનાથ શિવનાથ, ભરતનાથ શિવનાથ, લક્ષ્મીબેન, સરસ્વતિબેન, પુષ્પાબેન, સ્વ. ચંચળબેન, ગૌરીબેન, સ્વ. અમૃતબેનના ભત્રીજાસ્વ. સામજીનાથમહેન્દ્રનાથ, રમેશનાથ, ધ્યાનનાથ, સાવેંત્રીબેનના ભાણેજ, સુરેશનાથ, પરેશનાથ,   દીપકનાથ, પ્રતાપનાથ,   કેતનાથ, વિશાલનાથ,   ધનસુખનાથ, કમલનાથકિશનનાથમહેન્દ્રનાથસુરેશનાથ, ભૂપેન્દ્રનાથભિષ્મનાથ, દીપાબેન, વિમલનાથ, સોનલબેન, મોરારનાથ, જાગૃતિબેન, મીનાબેન, કાજલબેન, રીનાબેન, અંકિતાબેનના ભાઈ તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 અને ધાર્મિકક્રિયા તા. 19-6-2026ના શુક્રવારે નિવાસસ્થાને જી.આઇ.ડી.સી. સામે, નવાનગર, અંજાર ખાતે.

અંજાર : મૂળ જરૂ (તા. અંજાર)ના હાલે મુલુંડ-મુંબઇ ધનજીભાઇ લખમશીંભાઇ સોતા તે મીઠાબેન લખમશીંભાઇના પુત્ર, સ્વ. સાવિત્રીબેનના પતિ, સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. લવજીભાઇ, પ્રતાપસીં, સ્વ. કાશીબેનના ભાઇ, બિપીન, ભારતી, ભાવના, કલ્પના, શીલા, અલ્પાના પિતા, કિરીટના દાદા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે.

મુંદરા : લાલજી મૂળજી સોધમ (રિટાયર્ડ પાણી પુરવઠા) તે ડાઇબાઇના પતિ, ભરત સોધમ, હેમલતા મારાજ, ચંદ્રિકા વિંઝોડા, મિત્તલ સુરા, કરૂણા સુરાના પિતા, મણિબેન નોરિયા, લક્ષ્મીબેન કાનજી દેવરિયા, સ્વ. કાનજી સોધમ, પચાણ મહેશ્વરી (એડવોકેટ એન્ડ નોટરી)ના મોટા ભાઇ, ભવ્યાંશ, ભુવી, ભવ્યાંશીના દાદા, જયેશ, ચેતન, રાહુલ, નરેશ, ચંદ્રકાન્તના મોટાબાપુ, રાયશી ભીમશી રોશિયાના બનેવી તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મહેશનગર, શેરી નં. 5, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : અવિનાશ ધીરજ વાઘેલા તે ધીરજ હીરા વાઘેલાના પુત્ર, સ્વ. વસંતભાઇ, હરેશભાઇ, પ્રવીણભાઇના ભત્રીજા, અજય, મનીષ, ગોવિંદના ભાઇ, શનિ અને કિશનના ભાણેજ તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-6-2026ના સાંજે 6થી 7 ગંગેશ્વર રોડ, જલારામ સોસાયટી, માધાપર ખાતે.

થરાવડા નાના (તા. ભુજ) : માનાબેન કેશવજીભાઇ નાકરાણી (ઉ.વ. 86) તે સ્વ. કેશવજીભાઇ શિવજીભાઇના પત્ની, જેન્તીભાઇ, રસિકભાઇ, શારદાબેનના માતા, અનિલ, દીપેશ (ગાયત્રી સ્ટોર-થરાવડા), મનીષ (મારુતિ અગ્રો એજન્સી-ભુજ), મિરલબેનના દાદી, પ્રેમિલાબેન, રસીલાબેન, મનસુખભાઇ પોકારના સાસુ, સેંઘાણી વિપુલભાઇના દાદીસાસુ, સ્વ. નારણભાઇ, સ્વ. સામજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. ખીમજીભાઇ, સ્વ. જેઠાભાઇ, મોંઘીબેન, કંકુબેન, રામુબેનના ભાભી તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું જેન્તીભાઇ કેશવજીભાઇના નિવાસસ્થાન થરાવડા નાના ખાતે.

ભુજોડી (તા. ભુજ) : મૂળ અમદાવાદના ઉર્મિલાબેન શંકરભાઈ પાયણ (ઉ.વ. 71) તે શંકરભાઈ કાળાભાઈ પાયણના પત્ની, મુકેશ, હસમુખ, દર્શન, લક્ષ્મીબેન નાનજી ચોરસિયા (ભુજોડી), મંજુલાબેન જેન્તીભાઈ (અમદાવાદ), જયાબેન શિવજી નિઝાર (નિરોણા)ના માતા, નયનાબેન, મંજુલાબેનના સાસુ, છગનભાઈ કાળાભાઈ પાયણ (ભુજોડી), કુંવરબેન તુગા ખોયલા (ઝુરા), સામતભાઈ, ખીમજીભાઈ, સ્વ. ભરતભાઈ, ઉમેશભાઈ, સ્વ. દિલીપભાઈ (કાદિયા નાના), ગં.સ્વ. ઉમરાબેન, ગં.સ્વ. ગંગાબેનના ભાભી, પુરબાઈ રામજી સીજુ (વિરાણી), રાજબાઈ મનજી જેપાર (મથલ), રત્નાબેન મગન કુંવટ (ભારાસર), રામજી સુમારભાઈ પરગડુ (મથલ)ના બહેન, સમય, હેમાંગી, ભૂમિ, પ્રકાશના દાદી, વનિતા, મેહુલ, વર્ષા, સંજયના મોટીમા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 13-6-2026ના શનિવારે અને તા. 14-6-2026ના રવિવારે પાણીયારું નિવાસસ્થાને ભુજોડી ખાતે.

નાગલપુર મોટી (તા. અંજાર) : ખોજા હાજી અશરફઅલી (માજી તલાટી) (ઉ.વ. 80) તે મ. કાસમઅલી ફાઝલના પુત્ર, હાજી મહમદરિઝવાન (એમ. એ. ખોજા એડવોકેટ એન્ડ નોટરી)ના પિતા, આસિફહુસૈન હાજી રફિકઅલીના સસરા, હાજી સુલતાનઅલી, મહમદરઝાના ભાઈ  તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત  10.30થી 11.30 તથા મહાજન સમાજ માટે બેસણું/ પ્રાર્થનાસભા તા. 12-6-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 ખોજા મસ્જિદ મહેફીલ હોલમાં, મોટી નાગલપુર ખાતે.

બિદડા (તા. માંડવી) ડાઈબેન ભરતભાઈ સંજોટ  (ઉ.વ. 42) તે ભરતભાઈના પત્નીદીપકના માતા, સ્વ. રામીબેન માલશીના પુત્રવધૂ, દિવાળીબેન હીરાલાલ, ધનીબેન પૂજાભાઈ, ખીતુબેન મુરજીના દેરાણી, સોનાબેન બાબુભાઈ લોંચા (આદિપુર), ઉર્મિલાબેન પોપટલાલ ગોરડિયા (આદિપુર), હંસાબેન હીરાલાલ મંગરિયા (ભુજોડી), જ્યોત્સનાબેન સુજાભાઈ મંગરિયા (ફરાદી)ના ભાભી, પ્રેમિલાબેન આત્મારામ લોંચા (અંજાર)ના પુત્રી તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. આગરી (દિયાડો) તા. 13-6-2026 ને શનિવાર સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 14-6-2026 ને રવિવાર નિવાસસ્થાન બિદડા ખાતે.

ગાગોદર (તા. રાપર) : પાટડિયા જયંતીલાલ (ઉ.વ. 80) તે સ્વ. પૂરીબેન સવજીભાઈ દેવચંદભાઈના પુત્ર, ભાનુબેનના પતિ, સ્વ. મગનભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. દામજીભાઈના ભાઈ, સ્વ. રતનબેનના દિયર, સ્વ. જ્યોત્સનાબેન, દમયંતીબેનના જેઠ, પીયૂષભાઈ, જિતેન્દ્રભાઈ, હરેશભાઈ, ધર્મેન્દ્રભાઈના પિતા, સ્વ. સદાણી કાનજીભાઈ ચત્રભુજભાઈ (હમીપર)ના જમાઈ, રમણીકભાઈ, મૂળજીભાઈ, નવીનભાઈ, સ્વ. વિજયાબેન, મંગળાબેનના બનેવી, જિજ્ઞાબેનના સસરા, સ્વ. ગુણવંતલાલ, હસમુખલાલ, કમળાબેન, હિતેશભાઈ, ભાવેશભાઈ, ભદ્રેશભાઈ, ધીરેનભાઈના કાકા, મયૂર, બંસરી, કેવિનના દાદા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-6-2026 ને ગુરુવારે સાંજે 5થી 6 ઓસવાળ સમાજવાડી, રામમંદિરની બાજુમાં, ગાગોદર ખાતે.

રાયધણજર (તા. અબડાસા) : રતનબાઈ જટ (મહેશ્વરી) (ઉ.વ. 65) તે માવજી જખુ જટના પત્ની, સ્વ. પુનશી, લક્ષ્મીબેન, રાયશી, દિનેશના માતા, શામજી મેઘજી ડુંગરખિયા, પ્રીતિબેન, રમીલાબેનના સાસુ, ખીમજી પૂંજા પિગલસુર તથા હીરબાઇ દેવશી જેપારના બહેન, વર્ષા, ધીર, અંજલિ, પલ્લવી, પ્રેમ, પૂજાના દાદી, રામજીભાઈ, ત્રિકમભાઇના ભાભી તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે. બેસણું નિવાસસ્થાને રાયધણજર ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : સુમરા આમદ કાસમ (ઉ.વ. 71) તે ખાલિદ, બિલાલના પિતા, મ. સિદિક, મ. હાજી હુસેન, મ. હાજી જાફર, હાજી સાલેમામદ, ઈબ્રાહીમ, સુલેમાનના ભાઈ, મ. સુમરા હાજી જુસબ, હાજી હસન, મામદ, આધમ, કાસમ, ઈલિયાસ, મામદ ઈશાક, સત્તાર, અબુભખરના કાકા, સુમરા મુસા ઈબ્રાહીમના બનેવી તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2026ના શુક્રવારે સવારે 11થી 12 મક્કી મસ્જિદ, સાંધાણ ખાતે.  

રાજકોટ : ખોડાભાઈ વેલાભાઈ ભુવા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને હિંમતનગર, શીતલ પાર્ક, રાજકોટ ખાતે ભાઈઓ-બહેનોનું સાથે. ઉત્તરક્રિયા તા. 20-6-2026ના શનિવારે. 

Panchang

dd