• શુક્રવાર, 05 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : ઠા. મથરાદાસ ગોપાલદાસ સોમૈયા (ઉ.વ. 84) તે સ્વ. મંગલજીભાઇ (સ્વ. ગોપાલદાસ ગોકુલદાસ) (સતાપરવાળા)ના જયેષ્ઠ પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. ભાવેશ, અલ્પા, અવની, શીતલના પિતા, સ્વ. પારૂલ, સંજયભાઇ, સુનીલભાઇ, દર્શનભાઇના સસરા, સ્વ. પ્રભાબેન, શુભલક્ષ્મીબેન, જ્યોત્સનાબેન, ભરતભાઇ, હરીશભાઇ, અરવિંદભાઇ, દિનેશભાઇના મોટા ભાઇ, સ્વ. શિવમના દાદા, શિવાની, હિમાની, નિમેષ, હેની, નમન, નવ્યાના નાના, સ્વ. લક્ષ્મીબેન હીરજીભાઇ મોતીરામભાઇ ચંદે (તુણા)ના જમાઇ, સ્વ. કરસનદાસભાઇ, સ્વ. ઠાકરશીભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સુરેશભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. નિર્મળાબેન, ભારતીબેનના બનેવી તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, પ્રથમ માળ, લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

ભુજ : હિંગોરજા શરીફાબાઈ અબ્દુલ (ઉ.વ. 80) તે મ. જુસબ ફકીરમામદના બહેન, હિંગોરજા આદમ, કોરેજા હાજી ફકીરમામદના ભાભી, હિંગોરજા રમજાન અને ઈમ્તિયાઝના કાકી, રફીક, અબ્દુલ સતાર, રમજાન, મામદના માસી, શરીફ અને જુસબના ફઈ તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-6-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જૂના કચ્છમિત્ર પાછળ, કેમ્પ પોલીસ ચોકી પાસે, ભુજ ખાતે.

ભુજ : વડનગરા નાગર ગં.સ્વ. મૃદુલાબેન (ઉ.વ. 86) તે સ્વ. જયંત સુરેન્દ્રરાય અંતાણીના પત્ની તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-6-2026ના શુક્રવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન સી-161, શેરી નંબર 4, અક્ષર રેસિડેન્સી, કોડકી રોડથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : મારૂ કંસારા સોની સુશીલાબેન બુદ્ધભટ્ટી (ઉ.વ. 83) તે સોની ધીરજલાલ મનજીના પત્ની તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-6-2026ના શુક્રવારે સવારે 9.15 વાગ્યે નિવાસસ્થાન નિર્મલાસિંહની વાડી, એકોર્ડ હોસ્પિટલ પાછળથી લોહાણા સ્મશાન જશે.

ભુજ : મારૂ કંસારા સોની મહેન્દ્રભાઇ (ઉ.વ. 60) તે સ્વ. ગૌરીબેન શિવલાલ બિજલાણીના પુત્ર, ગોપીબેનના પતિ, સ્વ. સોની નર્મદાબેન વિશનજી જેઠાલાલ કટ્ટા (નખત્રાણા)ના જમાઇ, ગં.સ્વ. આશાબેન ચંદુભાઇ (નારાણપર), સ્વ. અતુલના ભાઇ, સ્વ. હરિલાલ વેલજી, સ્વ. વિશનજી વેલજીના ભત્રીજા, સ્વ. નંદલાલ, દયારામભાઇ, દિલીપભાઇ, પ્રફુલ્લભાઇ, ભરતભાઇ, ધીરજભાઇ, હર્ષદભાઇ, રસીલાબેન, કમળાબેન, મીતાબેનના કાકાઇ ભાઇ, કલ્પેશ, બ્રિજેશ, હિરેન, જ્યોતિ સચિન કટ્ટા (મુંદરા)ના મામા, રમેશભાઇ, વિનુભાઇ, સ્વ. આનંદ, વિવેક, પ્રીતના કાકા, અનિલભાઇ, મહેશભાઇ, સ્વ. બાબુભાઇ, બટુકભાઇ, સ્વ. ભાઇલાલ, ધનસુખ, નયન, સુરેશ, ગીતા મધુકાંત (અંજાર), જયશ્રી અરવિંદ (માનકૂવા)ના બનેવી, ઉમંગ, હર્ષ, દીપેશ, પ્રીત, ચાંદની જય સાકરિયા (અંજાર)ના ફુવા તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ઉઠમણું તા. 6-6-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

આદિપુર : સરસ્વતીબેન શાંતિલાલ ઠક્કર (ઉ.વ. 76) તે સ્વ. મોનજી દેવજી પોપટના પુત્રી, સ્વ. હંસાબેન જયંતીભાઇ (મુંદરા)ના બહેન, યોગેશ (પ્રમુખ આઇ આશાપુરા ગ્રુપ-ટ્રસ્ટી સોનાપુરી ટ્રસ્ટ), મુકુંદ, સંજીવ, યોગિતા, જાનકીના માતા, સોનલ, બિંદિયા, રુચિ, હરેશભાઇ ભાણજીભાઇ દાવડા (ખાવડાવાળા), સચિનભાઇ દયારામભાઇ ગણાત્રા (ભુજ)ના સાસુ, કિશન, આશા, નંદિની, સોહમ, હર્ષિતના દાદી, જ્યોત, સંતોષના નાની તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

ગાંધીધામ : મૂળ માંડવીના ચૌહાણ ભરત દેવજીભાઈ તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 5-6-2026ના ગૌપૂછ પાણી તેમજ સાંજે 5થી 6 પ્રાર્થનાસભા નિવાસસ્થાન ગોપાલપુરી, ગાંધીધામ ખાતે. તા. 14-6-2026ના સમાજનું પાણી તેમજ સંતોનું પાણી રાખેલ છે.

અંજાર : મૂળ મુંદરાના લીનાબેન (ટોટીબેન) ધીરજસિંહ પલેજા (ઉ.વ. 85) તે સ્વ. ધીરજસિંહ વાલજીભાઇ પલેજાના પત્ની, સ્વ. ગોદાવરીબેન વલ્લભદાસ ખટાઉ (મુંદરા)ના પુત્રી, સ્વ. બાબુભાઇ, સ્વ. દમયંતીબેનના બહેન, સંદીપભાઇ, ભરતભાઇ, નિર્મલભાઇ (પપ્પુભાઇ)ના માતા, હિનાબેન સંદીપભાઇ (મસ્કત)

માયાબેન ભરતભાઇના સાસુ, જિમ્મી, બિજલ, શિવાંગી, હેન્સીના દાદી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-6-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજન કોમ્યુનિટી હોલ, ટેલિફોન એક્સચેંજની પાછળ, અંજાર ખાતે.

મુંદરા : તસનીમ (સાકરબેન) યુસુફઅલી દારૂગર તે મ. હાતિમભાઇ, સૈફુદ્દીનભાઇના બહેન, રશીદા, રઝિયા, મુસ્તફા, અલફિયા, ઝૈનબ, ફાતેમાના ફઇજી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. બીજિયાના સિપારા તા. 5-6-2026ના બપોરે 1 વાગ્યે અને ત્રીજિયાના સિપારા તે જ દિવસે રાત્રે નમાજ બાદ બદરી મસ્જિદ, મુંદરા ખાતે.

મેઘપર બોરીચી : ગુ.ક્ષ. કડિયા રાજેશભાઇ વાઢેર તે ગં.સ્વ. રંજનબેન દિલીપભાઇ વાઢેરના પુત્ર, તૃપ્તિબેનના પતિ, તનિષા, રીતિશાના પિતા, દીપ્તિબેનના ભાઇ, કુંજનભાઇ ચોટલિયાના સાળા તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-6-2026ના સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજવાડી, બસ સ્ટેન્ડની સામે, આદિપુર ખાતે.

મસ્કા (તા. માંડવી) : હિતેષગિરિ (ઉ.વ. 52) તે ગં.સ્વ. જશોદાબેન શંભુગિરિના પુત્ર, સ્વ. વાલબાઇ લક્ષ્મીગિરિના પૌત્ર, સ્વ. જીવાબાઇ ઓધવગર (ધોકડા)ના દોહિત્ર, સંધ્યાબેન (નિકુ)ના પતિ, મહેકના પિતા, ઉલ્લાસગિરિ, રાજેશગિરિ (રાજા), ગં.સ્વ. જાગૃતિબેન અરવિંદગિરિ (અંજાર)ના ભાઇ, ગં.સ્વ. વાસંતીબેન હરિગિરિ (મસ્કા), ચંદ્રગિરિ મંગલગિરિ, સ્વ. ગોવિંદગિરિ મંગલગિરિ (નાગલપુર), સ્વ. રાધાબેન નારાણગિરિ (અંજાર), ગં.સ્વ. કસ્તૂરબેન જેરામપુરી (અંજાર), ગં.સ્વ. મંજુલાબેન હિંમતપુરી (અંજાર)ના ભત્રીજા, કલ્પેશગિરિ, બ્રિજેશગિરિ, ઉષાબેન, ગીતાબેન, કાશ્મીરાબેનના કાકાઇ ભાઇ, સચિનગિરિ અરવિંદગિરિના મામા, સ્વ. મંગળાબેન અને ગં.સ્વ. રમાબેન હિંમતગિરિ મોતીગિરિ (અંજાર)ના જમાઇ, સ્વ. મેહુલ, રાકેશગિરિ, રાજેશગિરિ, સંગીતાબેન દેવગર (માધાપર)ના બનેવી તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-6-2026ના શનિવારે સાંજે 5થી 6 રણછોડ ભવન, સમાજવાડી, નવાવાસ, મસ્કા ખાતે.

ખીરસરા (તા. નખત્રાણા) : હીરબાઈ વેલજીભાઈ તુલસીદાસ સુથાર (ઉ.વ. 77) તે સ્વ. વેલજી તુલસીદાસના પત્ની, સ્વ. મુરજી લધા સુથાર (રસલિયા)ના પુત્રી, રમેશભાઈ, દમયંતીબેન નવીનભાઈ (વિરાણી મોટી), પુષ્પાબેન ભવાનભાઈ (હમલા મંજલ), નયનાબેન કિરણભાઈ (દહીંસરા), રાજેશના માતા, કલ્પનાબેન રમેશભાઈ, લીલાબેન રાજેશના સાસુ, ઉર્વશી (હૈદરાબાદ), દર્શના, જિતેન્દ્રના દાદી, આર્દ્વિકા, કાશ્વીના પરદાદી તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 6-6-2026ના સવારે 9થી સાજે 5 સુધી નિવાસસ્થાને ખીરસરા ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા રામસંગજી વંકાજી (ઉ.વ. 47) તે સ્વ. પતુભા, કરસનજી, સ્વ. અરજણજી, ગોવિંદજી, માનસંગજીના નાના ભાઇ, રાજુભા, નવલસિંહ, દીપકસિંહ, બળવંતસિંહ, જીવણજી, દિલીપસિંહ, પ્રવીણસિંહ, મહાવીરસિંહ, મયૂરસિંહના કાકા, પ્રિયાંશીબા, વરૂણસિંહ, નિહારસિંહના પિતા, સોઢા મહાસિંહજી હાલજી (ગેચડા)ના જમાઇ તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 13-6-2026ના શનિવારે સવારે અને સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે.

ચરોપડી મોટી (તા. અબડાસા) : જાડેજા મીતરાજાસિંહ પ્રવીણાસિંહ (ઉ.વ. 16) તે જાડેજા કાનજી રતનજી, જાડેજા વાઘજી રૂપસંગજીના પૌત્ર, જાડેજા પ્રવીણાસિંહ કાનજીના પુત્ર, વનરાજાસિંહ, જુવાનાસિંહના ભત્રીજા, જયવીરાસિંહ, કરમદીપાસિંહ, મનદીપાસિંહના ભાઈ તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ચરોપડી મોટી ડેલીએ.

નલિયા (તા. અબડાસા) : મૂળ સુથરીના લાભશંકરભાઈ વાલજી નાકર (ઉ.વ. 80) તે સ્વ. મૂલબાઈ વાલજી નાકરના પુત્ર, ભગવતીબેનના પતિસ્વ. ગિરીશભાઈ, નયનાબેન મહેશ માકાણી, સુનીલભાઈ (મિત્તલ ફૂટવેર-નલિયા)ના પિતા, હસ્મિતાબેન, મહેશ જયંતીલાલ માકાણી (નલિયા એસ.ટી.)ના સસરા, સ્વ. વેલબાઈ શિવશંકર પેથાણી (કોઠારા), સ્વ. સરસ્વતીબેન મણિશંકર મોતા (મુંબઈ), ગં.સ્વ. મણિબેન ધનજી મોતા, સ્વ. વસંતરાય, અરુણભાઈના ભાઈ, મિત્તલ જૈમીન મોતા, દિયા, ભવ્યા, શિવમના દાદા, મિતેષ, નીતેશ, રુચિ વિવેક નાકરના નાના, સ્વ. ગંગાબાઈ વેલજી માલાણી (મેરાઉ)ના જમાઈ, સ્વ. શામજી, સ્વ. મોરારજી, સ્વ. ગુણવંતરાય, સ્વ. ભવાનજી, સ્વ. નવલબેનના બનેવી, સ્વ. ઇન્દુબાલાબેનના દિયર, મંજુલાબેનના જેઠ, દિલીપભાઈ, કિરીટભાઈ, પરેશભાઈ, ચેતનાબેન મોહનલાલ જોષી, મીનાબેન શૈલેશભાઈ માકાણી, ધર્મિષ્ઠાબેન ભરતભાઈ માકાણી, અસ્મિતાબેન હર્ષેન્દુભાઇ માકાણીના કાકા તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-6-2026ના સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 6-6-2026ના બપોરે 2થી 3 નરેશ ભગવાનજી રાજગોરના નિવાસસ્થાન મેરાઉ (માંડવી) ખાતે. 

Panchang

dd