• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ ડાવરીના મ.ક.સ.સુ. અરજણભાઇ નીલાભાઇ વાઘેલા (ઉ.વ. 65) તે સ્વ. ઝવેરબેન નીલાભાઇના પુત્ર, મુક્તાબેનના પતિ, શાન્તાબેન શામજીભાઇના ભત્રીજા, રાઘુભાઇ, રૂડીબેન, રાજીબેન, રંભીબેન, મંજુબેનના ભાઇ, હસમુખ તથા કાન્તિભાઇના કાકાઇ ભાઇ, ભગવતીબેનના દિયર, રોહિત, સાગર, નિખિલ, હર્ષા, મિતાના પિતા, ડિમ્પલ, મિત્તલ, પ્રકાશ, જયના સસરા, રાજેશ, મનસુખ, ભારતીના કાકા, પ્રાચી, કાવ્યાના દાદા, પરમાર પરબતભાઇ ગણેશભાઇના જમાઇ, મોહનભાઇ, મનસુખભાઇના બનેવી, દેવજીભાઇ, કેશુભાઇ, પ્રવીણભાઇ, રમેશભાઇના સાળા, હેન્સી, માધવના નાના તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 18-9-2023ના સોમવારે અને પ્રાર્થનાસભા બપોરે 3થી 4 ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : નવીનચંદ્ર આચાર્ય (ઉ.વ. 74) તે ગં.સ્વ. ભાગીરથીબેન દયાશંકર આચાર્યના પુત્ર, જયંતીભાઇ, કિશોરભાઇ, પ્રવીણભાઇ, ભરતભાઇ, વિનોદભાઇ, ધનલક્ષ્મીબેન (મુલુંડ)ના ભાઇ, સવિતાબેન, હેમલતાબેન, રેણુકાબેન, ભાવનાબેન, ગીતાબેનના જેઠ, સ્વ. અમૃતલાલ દામજી દેવધર (શિરવા)ના જમાઇ, ભૂપતભાઇ, જગદીશભાઇ, રમેશભાઇ, ગં.સ્વ. મયાબેન, ગં.સ્વ. હંસાબેનના બનેવી, મહેશ, સ્વ. નિતા, ભાવેશ, ભારતી (ધારા)ના પિતા, મિતા, ચંદ્રિકા, દેવેન્દ્ર જોષીના સસરા, પાર્થ, રિષીત, આર્યાના દાદા, નિહાર, કેયૂરના નાના તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 15-9-2023ના સાંજે 4થી 5 લુહાર ગુર્જર સુતારની વાડી, ઓસ્લો મેડિકોસ પાસે.

માધાપર (તા. ભુજ) : જયંતીલાલ ખીમજીભાઇ ટાંક (ઉ.વ. 76) તે જયાબેનના પતિ, સ્વ. રણછોડભાઇ કચરા રાઠોડના જમાઇ, પરસોત્તમભાઇ તથા ભોગીલાલભાઇના બનેવી, સ્વ. હિંમતલાલ, સ્વ. અમૃતલાલ, દલપતભાઇના વેવાઇ, સ્વ. ખીમજી લાલજી ટાંકના પુત્ર, સ્વ. કેશવજીભાઇ, સ્વ. પુરસોત્તમભાઇ, સ્વ. હેમરાજભાઇ, ગં.સ્વ. ધનગૌરીબેનના ભાઇ, વિભાબેન, હેતલબેન, અનિલાબેન અને અમિતભાઇના પિતા, જગદીશભાઇ, જિતેન્દ્રભાઇ, દીપાબેનના સસરા, ક્રિશિવના દાદા, મનસ્વી, વિવેક, વેદાંતના નાનાબાપા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / બેસણું તા. 15-9-2023ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર-જૂનાવાસ ખાતે.

મિરજાપર (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી ભુવડ સમવાય ગં.સ્વ. દિવાળીબેન હસમુખલાલ જોષી (ઉ.વ. 82) તે સ્વ. હસમુખલાલ દયારામ જોષીના પત્ની, સ્વ. મણિબેન દયારામ હરજીવન જોષીના પુત્રવધૂ, સ્વ. મકનજી અંબારામ વ્યાસના પુત્રી, અશોકભાઈ, અરાવિંદભાઈ, સરલાબેન,  હર્ષિદાબેનના માતા, જ્યોત્સનાબેન, દમયંતીબેન, કનૈયાલાલ ત્રમ્બકલાલ પંડ્યા (સુખપર), જગદીશ મધુસૂદન વ્યાસ (સુરજપર)ના સાસુ, સ્વ. શાંતિભાઈ, સ્વ. રમેશભાઈ મકનજી વ્યાસ (ખંભરા), મુક્તાબેન ગૌરીશંકર જોષીના બહેન, મિલન, રાજન, કિશનના દાદી, મોનીકા તથા યશ્વીના દાદીસાસુ, ચિંતન, તેજસ, આનંદ, જયના નાની, ઇશિતા તથા સાક્ષીના નાનીસાસુ, પ્રિયાન તથા સાન્વીના પરદાદી, ગં.સ્વ. મંજુલાબેન રમેશભાઈ વ્યાસના નણંદ, નરેશભાઈ, નવીનભાઈ વ્યાસ, ચેતનાબેન મહેતા (અંજાર)ના ફઈ, સ્વ. ઝવેરબેન નારાણજી વ્યાસ (માધાપર), સ્વ. કસ્તુરબેન વસંતલાલ ત્રિવેદી (કોજાચોરા)ના ભાભી તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2023ના શનિવારે સાજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી,  શિવકૃપા નગર, માંડવી ઓકટ્રોય, ભુજ ખાતે.

દહીંસરા (તા. ભુજ) : સામબાઇ વિશ્રામ ભુડિયા (ભગત) (ઉ.વ. 60) તે વિશ્રામ દેવજી ભુડિયાના પત્ની, સુરેશ, રસીલા, નીતા, કાન્તા, શિલ્પાના માતા, વિમળાબેન, નારાણભાઇ હાલાઇ (સુખપર), ધર્મેન્દ્ર માંડાણી (બળદિયા), વિનીત શર્મા (અમદાવાદ), મુકેશ રાઘવાણી (બળદિયા)ના સાસુ, ભીમજી દેવજી ભુડિયાના નાના ભાઇના પત્ની, રવજી દેવજી ભુડિયા, અમરબેન લાલજી હાલાઇ, વાલીબેન હરજી અજાણી, શાન્તાબેન વેલજી લિંબાણી, કાન્તાબેન નારાણ લિંબાણી, જશુબેન વીરજી પિંડોરીયાના ભાભી, જય, દેવાંશ, દેવાંશીના દાદી, પ્રગતિ, ઇપ્સા, જયની, હેનિલ, જાન્વી, દેહતી, પ્રિયાંસીના નાની તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-9-2023ના શનિવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન દહીંસરા-રામપર રોડ?ઉપર, દહીંસરા ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : હાલે ભુજ જયંતીલાલ શામજી ધોળુ (ઉ.વ. 70) તે સ્વ. લાછબાઈ સામજી ધોળુના પુત્ર, લાછબાઈ રામજી રંગાણી (કોડાય)ના જમાઈ, ઝવેરબેનના પતિ, સ્વ. કાંતિલાલ, સ્વ. કુંવરબેન, ગોમતીબેન, કસ્તૂરબેનના ભાઈ, નાનબાઈના દિયર, જગદીશ, વિનોદ, નવીનના પિતા, મીના (જયા), મંજુલા, મનીષાના સસરા, જિગર, સૌમ્ય, સાવન, ભવ્ય, મીત, હેત, સૃતિ, વૈદિકા, વૃત્તિના દાદા, ભવ્યા, જગદીશ, રાહુલના દાદાસસરા, વીરેન્દ્ર, પ્રવીણ, અનુસૂયાના કાકા, ભારતી (સવિત્રી), હિના અને છગનભાઇ કાકાસસરા તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9-2023ના 8.30થી 11.30 અને 3થી 5 રાયણ પાટીદાર સમાજવાડીમાં.

કડોલ (તા. ભચાઉ) : મામદ ભચુ ખલીફા પરમાર (ઉ.વ. 71) તે અબ્દુલ, મીઠુ અને રમજુના ભાઇ, લતીફ, મુસા, કાદરના પિતા, અનવર અને આમદના કાકા, કાસમ, મુસ્તાક, મુસા, લતીફ, સીમના મોટાબાપા, કાસમભાઇ (શિકરા), જુમાભાઇ (સાડાઉ)ના વેવાઇ તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 16-9-2023ના શનિવારે નિવાસસ્થાને.

વરાડિયા (તા. અબડાસા) : લખીબેન ધનજીભાઇ લખણપાર (ઉ.વ. 55) તે ધનજીભાઇ માલાભાઇ લખણપારના પત્ની, રતનશી, મુકેશ, પ્રિયાબેનના માતા, મનજી અને દિનેશના કાકી, માંડણ માલાના પુત્રવધૂ, હીરજીભાઇ હરજીભાઇ સિજુ, કાનજીભાઇ હરજી સિજુ (લૈયારી)ના બહેન તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 16-9-2023ના સાંજે કોઠ અને તા. 17-9-2023ના સવારે 7.15 ઘડાઢોળ નિવાસસ્થાન વરાડિયા ખાતે.

કાળા તળાવ (તા. અબડાસા) : મંધરા અદ્રેમાન હાજી ઇબ્રાહિમ (ઉ.વ. 55) તે રમઝાન અને હસણના ભાઇ, અબ્દુલકરીમ, ઉમરફારુક અને રિઝવાનના પિતા, અબ્દુલાહ અદ્રેમાન, હાજી ઉમર, ઓસમાણ (મંધરાવાંઢ)ના બનેવી તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ તા. 15-9-2023ના શુક્રવારે સવારે 10થી 11 કાળા તળાવ જમાતખાના ખાતે.

માતાના મઢ (તા. લખપત) : ભગવતીબેન પ્રફુલભાઇ વાળંદ (ઉ.વ. 38) તે ગં.સ્વ. લક્ષ્મીબેન દેવજીભાઇ જેઠાલાલના પુત્રવધૂ, સ્વ. પ્રેમિલાબેન ગિરીશ (જીતુભાઇ)ના દેરાણી, રક્ષાબેન અજયભાઇ ભટ્ટી (નખત્રાણા)ના ભાભી, ઉર્વીબેન તથા ઓમકુમારના માતા, મૂળજીભાઇ (નેત્રા), સ્વ. ભાણજીભાઇ, સ્વ. દામજીભાઇ, દયારામ (વિથોણ), પરસોત્તમભાઇ પૂંજાભાઇ (માધાપર)ના ભત્રીજાવહુ, ફાલ્ગુનીબેન, જયકુમાર, નીલકુમાર, ભક્તિબેન ગૌતમ ભટ્ટી (નખત્રાણા)ના કાકી, રતનબેન, પ્રભાબેન વિરમભાઇ કાનજી ચૌહાણ (સુભાષપર)ના પુત્રી, કાન્તાબેન હરેશભાઇ (સુખપર), શીતલબેન મહેશભાઇ (માધાપર), ટીનાબેન દિનેશભાઇ રાઠોડ (ભુજ), રેખાબેન પ્રવીણભાઇ (નેત્રા)ના બહેન, દીપકકુમાર, કામિનીબેન ધર્મેશ ભટ્ટી (નખત્રાણા), જીયાબેન, તન્વીબેન, માધવીબેન, રુદ્રકુમારના ફઇ તા. 13-9-223ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 16-9-2023ના શનિવારે બપોરે 2થી 5 કોમ્યુનિટી હોલ, પટીયાણ, માતાના મઢ ખાતે.

રાજકોટ : મૂળ ચિત્રોડના નયનાબેન હર્ષદભાઈ કોટક (ઉ.વ. 59) હર્ષદભાઈ ખીમજીભાઈ કોટકના પત્ની, સ્વ. અમૃતબેન ખીમજીભાઈ કોટકના પુત્રવધૂ, સ્વ. ગોદાવરીબેન જેઠાલાલ જીવરામભાઈ રૈયા (નાની પીપળી)ના પુત્રી, ચંદ્રકાંતભાઈ તથા પ્રફુલભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. કાંતાબેન જગજીવનભાઇ ગંધા (રાપર), હંસાબેન ચુનીલાલ કાથરાણી (ભચાઉ) તથા હરેશભાઈના ભાભી, દક્ષાબેન, ભરતભાઈ તથા રૂપલબેનના માતા, નીતિનકુમાર નરભેરામભાઈ રેહાણી, દીપકકુમાર વાસુદેવભાઇ ભીંડેના સાસુ, ધીરજબેન તથા દમયંતીબેનના દેરાણી, હેતલબેનના જેઠાણી તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની) તા. 16-9-2023ના શનિવારે સવારે 10થી 11 દશો તા. 16-9ના શનિવારે સવારે 11થી 1 વાંકાનેર કોમ્યુનિટી હોલ, કોપર સિટી પ્લસની સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે.

દાદર (મુંબઇ) : મૂળ રાપરના શાંતિલાલ ચૂનીલાલ સંઘવી (ઉ.વ. 69) તે સ્વ. ચૂનીલાલ વીરચંદ સંઘવીના પુત્ર, પ્રભુલાલ, સ્વ. જયંતીલાલ, વસંતલાલ, કાન્તિલાલ, પ્રભાબેન (રાપર), ગીતાબેન (માંડવી), સ્વ. નીલાવંતીબેન (અંજાર)ના ભાઇ, તારાબેનના પતિ, હેમલ, આશિષના પિતા, રિદ્ધિ, વિપુલ વોરા (ભુજ)ના સસરા, સ્વ. મહેતા વનેચંદ ન્યાલચંદના જમાઇ, અનિલકુમાર (મુંદરા)ના બનેવી તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. સંપર્ક : કાન્તિલાલ-98214 81501, વસંતલાલ-77386 29434, આશિષ-98674 00421.

ડોમ્બીવલી : મૂળ રવાના ગંગારામ નથુભાઇ ગજ્જર (વડગામા) સ્વ. લક્ષ્મી નથુભાઇ ગજ્જરના પુત્ર, રંજનબેનના પતિ, નયના અને મુકેશના પિતા, મીનાબેનના સસરા, ખુશાલી, અસ્મિતા, સંતોષ, શૈલેશના દાદા, સ્વ. નંદલાલ વડગામા, સ્વ. પાનબાઇ ખીમજીભાઇ દહીંસરિયા, સ્વ. રતનબેન લાલજીભાઇના ભાઇ, ક્રિષ્ના રમેશભાઇ જોલાપ્રાના કાકા, સ્વ. દામજીભાઇ દહીંસરિયા, સ્વ. નીમુબેન પ્રેમજીભાઇ અગારા, ધનવંતીબેન તુલસીભાઇ ગુંદેચા, સ્વ. દિના લાલજી ગુંદેચા, ગં.સ્વ. બીનાબેન મહેન્દ્ર સીતાપરાના મામા, સ્વ. ચંપાબેન દેવરામભાઇ (નખત્રાણા)ના જમાઇ, સ્વ. ગિરધરલાલભાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. દિનેશભાઇ, પ્રભુલાલ, સ્વ. ગુણવંતરાય, નવીનભાઇ, સ્વ. હીરાબેન ખીમજીભાઇ વડગામા, સ્વ. જ્યોતિબેન સંકલપુરાના બનેવી તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9-2023ના શુક્રવારે સાંજે 4થી 5 રણુજાનગર, ઘરન નં. 341, ગુંદાલામાં ઘરે રાખેલ છે.

ભુજ : નારાણ મગનભાઇ ગરવા (મારાજ મુછડિયા) (ઉ.વ. 41) (જશરાજ વીરના સેવક) તે સોનબાઇ તથા સ્વ. મગન ભૂરા મારાજના પુત્ર, સ્વ. શંકરજી, ભાણબાઇ, લાલુબાઇ, માનબાઇના ભાઇ, સુમલબેનના પતિ, મિત અને શિવમના પિતા, કાજલ, કમલેશ, હિમેશના કાકા, રવજી ખીરા, પેરાજ હરજી, વેલજી ઉમર, પૂના હરજી, લાલજી આસમલના ભત્રીજા, દમયંતીબેનના દિયર, સ્વ. ગોપાલ મતિયા, સ્વ. માવજી મતિયા, સ્વ. ગાંગજી મતિયા, સ્વ. કાનજી મતિયાના ભાણેજ, ઉકુભાઇ બુધાભાઇ ઠોટિયાના જમાઇ, શિવાના મામા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 17-9-2023ના રવિવારે આગરી તથા તા. 18-9-2023ના સોમવારે પાણીઢોળ હનુમાન દેવરી  ફળિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : પ.ક. મ.ક.સ.સુ. તુલસીદાસ મંગલદાસ ડાભી (ઉ.વ. 56) (મૂળ સુથરીના) તે ડાભી કંકુબેન મંગલદાસના પુત્ર, રતિલાલ, અશોક, કસ્તૂરીબેન, સાવિત્રીબેન, વિજયાબેનના ભાઇ, રસીલાબેનના દિયર, રેખાબેનના જેઠ, ખુશાલ, માલતીના કાકા, ભાવિનીબેનના કાકાજી સસરા, વિમલ, નીકિતા વૈભવ (ડીસા)ના મોટાબાપા, શંભુભાઇ મોઢ (તેરા), રવિલાલ પરમાર (ગોડપર), ખમુભાઇ ચૌહાણ (ગુજરાત)ના સાળા, દામજીભાઇ, શંભુભાઇ, શંકરભાઇ, રમેશભાઇ (મુંબઇ)ના કાકાઇ ભાઇ, વનિતા, નયના, મુકેશ, અરૂણા, દિલીપ, સુનીલ, સુરેશના મામા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2023ના શનિવારે બપોરે 3થી 4 આર્ય સમાજવાડી, સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : જયાબેન (ઉ.વ. 86) મૂળ કબરાઉના તે સ્વ. ખટાઉભાઇ ગોવિંદજી ભલ્લાના પત્ની, સ્વ. ગોવિંદજી ઠાકરશી ભલ્લાના પુત્રવધૂ, સ્વ. કરસનદાસ હીરજી દક્ષિણી (આંબરડી)ના પુત્રી, ઉમેશભાઇ, રમેશભાઇ (ઉમેશકુમાર એન્ડ કું.), રાજેશભાઇ (કબરાઉ), વિરેશભાઇ, મધુબેન (પનવેલ), કલ્પનાબેન (વિદ્યાનગર), દક્ષાબેન (નડિયાદ), સ્વ. ભાવિકાબેનના માતા, મનજીભાઇ દક્ષિણી, પોપટલાલ દક્ષિણીના ભાઇના પુત્રી, અરવિંદભાઇ દક્ષિણી (આદિપુર), શંકરભાઇ દક્ષિણીના ફઇ, પ્રજ્ઞાબેન ઉમેશ, મીનાબેન રમેશ, જયશ્રીબેન રાજેશ, હેતલબેન વિરેશ, અશોકકુમાર (પનવેલ), વસંતકુમાર (વિદ્યાનગર), બિપીનકુમાર (નડિયાદ), પ્રવીણકુમાર (ગાંધીધામ)ના સાસુ, ધારાબેન ચિરાગકુમાર (માંડવી), મોનિકાબેન મિતકુમાર (ભુજ), રાહુલ, ઉન્નતીબેન, ધવલ, હર્ષિલ, મનન, દીયાના દાદી, વૈશાલી, હેતલ, મનીષ, કિશન, મીના, ભાવના, દેવાંગી, સોનુ, મિહિર, માધવીના નાની તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-9-2023ના શનિવારે સાંજે 5થી 6 નૂતન લોહાણા મહાજનવાડી, ગાંધીધામ ખાતે. (દશો રાખેલ નથી.

અંજાર : વિશાલ રમેશભાઇ માલસતર (સોરઠિયા) (ઉ.વ. 35) તે જાગૃતિબેનના પતિ, દેવ્યાંશી, ક્રિષ્નાના પિતા, સુરા હીરા માલસતરના પૌત્ર, શોભનાબેન કિશોરભાઇના દિયર, વિજયના મોટા ભાઇ, વેદાંત, વૈદેહીના કાકા, સવિતાબેન બાબુભાઇ કાતરિયાના જમાઇ, વેલજીભાઇ નથુભાઇ કાપડીના દોહિત્ર તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2023ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી, કૃષ્ણવાડી, વોરાસર, અંજાર ખાતે.

માંડવી : મૂળ ગોધરાના ભીમજીભાઇ ગાભાભાઇ નાગડા (કોલી) (ઉ.વ. 65) (રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર)?તે ભાવનાબેનના પતિ, સ્વ. આશાબેન ગાભાભાઇ નાગડાના પુત્ર, હલુબેન ભચુભાઇ, જીવરામ (ડી.પી.ટી.), વિનોદ (દૂરદર્શન)ના મોટા ભાઇ, સ્વ. જેન્તીલાલ, યોગેશ, ભરતના પિતા, વંદના, આશા, ઉર્વશી, દેવરાજ, ધર્મિષ્ઠાના દાદા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા સત્સંગ તા. 22-9-2023ના અને તા. 23-9-2023ના શનિવારે પાણી નિવાસસ્થાને બાબાવાડી, જયનગર, માંડવી ખાતે.

ડગાળા (તા. ભુજ) : જીવીબેન કાનાભાઇ વરચંદ (ઉ.વ. 92) તે સ્વ. કાનાભાઇ વાલાભાઇ વરચંદના પત્ની, નારણભાઇ, વેલાભાઇ, મંગલભાઇ, શંકરભાઇ, બધીબેન ગણેશાભાઇ ઢીલાના માતા, દેવજીભાઇ, નવીનભાઇ અને રાજેશભાઇ નારણભાઇ વરચંદ, દીપકભાઇ, નીલેશભાઇ તથા માવજીભાઇ વેલાભાઇ વરચંદ, માવજીભાઇ તેમજ રાહુલભાઇ મંગલભાઇ વરચંદના દાદી તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ડગાળા ખાતે.

રામાણિયા (તા. મુંદરા) : મૂળ માંડવીના પઠાણ હૈદરખાન ઇસ્માઇલખાન (ઉ.વ. 65) તે સુલતાનખાનના પિતા, રાઠોડ ગુલામ ઇબ્રાહિમ (સેડાતા)ના સસરા, મ. મહેબૂબખાન (માંડવી), ઇસ્માઇલખાન (ભુજ)ના કાકા, સાહેબખાન (કરાચી), મ. અનવરખાન, મ. કાસમખાનના ભાઇ, મ. સરકી રહેમતુલા (રામાણિયા)ના સાળા, સરકી અલી (રામાણિયા)ના મામા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-9- 2023ના શનિવારે સવારે 10થી 11 રામાણિયા મુસ્લિમ જમાતખાનામાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang