ગાંધીધામ, તા. 17 : જેવીસી ટ્રસ્ટ દ્વારા દીનદયાલ
પોર્ટ ઓથોરિટીના સહકારથી આયાજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની
ફાઇનલમાં અંબાજી રોયલ ટીમ વિજેતા બની હતી. આ ટૂર્નામેન્ટમાં કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ, વિનાયક ઇમ્પેક્સ, ગુરુ
પ્રકાશ એન્ટરપ્રાઇઝ, અંબાજી ગ્રુપ, સિકોન
શાપિંગ લાઈન, એલએલપી, માસ્ટર લોગી ટ્રેક
અને જોડાક સહિતની ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટનું સુકાન ડીપીએ ક્રિકેટ ક્લબના મેહુલભાઈ
રાજગોરે સંભાળ્યું હતું. ફાઇનલ મેચ અંબાજી રોયલ અને કચ્છ હાઇવે વચ્ચે રમાઈ હતી,
જેમાં અંબાજી રોયલ વિજેતા બની હતી. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના સેક્રેટરી
વાય. કે. સિંગ, બીએસએફના ડેપ્યૂટી કમાન્ડન્ટ શિવકુમાર સિંગ,
અમિતકુમાર સિંગ, બીપીએના અરાવિંદકુમાર,
ઇન્કમટેક્સના અબ્રાહમ ઈસો, ડીપીએના સેફ્ટી ઓફિસર
ભાવેશ મઢવી, નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર મોરબી જિલ્લાના પ્રમુખ
ઘનશ્યામાસિંહ ઝાલા, ધીરજકુમાર પાંડે, મોહનભાઈ
ધારશી, નંદલાલભાઈ ગોયલ, ગાવિંદભાઈ દનીચા,
કલ્પેશ આહુજા, મોહનભાઈ ઉદાસી, દીપેનભાઈ જોડ, રામભાઈ મહેતા, બીનાબેન
પંડયા, સુજાતા પ્રધાન, મંજુબેન ડેડા,
આશાબેન અખાણી, ડો. સુનિતા દેવનાની, હેતલબેન ઓઝા, જયશ્રીબેન મહેશ્વરી, રિયા બજાજ, પ્રિયાબેન ચૌધરી, પૂજાબેન
ઠક્કર, ચૈતાલી વાસા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ સાથે પ્રથમ
વખત લય અંતાણી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરનાં સંચાલનથી હાઉઝીની દર્શકોએ મોજ માણી હતી. ટૂર્નામેન્ટમાં વિજેતાઓને ઇનામ આપવામાં
આવ્યાં હતાં. અમ્પાયર તરીકે આકાશ ચૌહાણ અને રોશન યાદવે સેવા આપી હતી, સ્કોરર શિવમ રાજગોર અને કોમેન્ટેટર રહીમ શેખનું સન્માન કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવામાં
નરેશભાઈ સોની, દીપાબેન સોની, રેખાબેન સોની,
યોગેશ શશીકાંત સોની, કિરણભાઈ સોની, મીરાબેન સોની, યાજ્ઞિક સોની, શ્રેયાંસ
સોની, હિતાર્થ સોની, વિવેક સોની,
પ્રથમ મોહતાએ સેવા આપી હતી. સંસ્થાના સ્થાપક ધારાશાસ્ત્રી પારુલ સોની,
પ્રમુખ યોગેશકુમાર સોની, સેક્રેટરી એકલવ્ય સોની,
ઇવેન્ટ ચેરપર્સન પૃથ્વી સોની, સલાહકાર પ્રવીણ સોનીએ
આયોજન કર્યું હતું.