• ગુરુવાર, 19 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મોટા કાંડાગરાના ગુર્જર સુતાર ગં.સ્વ. મંજુલાબેન તુલસીદાસ બકરાણિયા (ઉ.વ. 82) તે સ્વ. વિરુબેન મીઠુભાઇ પિનારાના પુત્રી, સ્વ. મોંઘીબેન હરજીભાઇ બકરાણિયાના પુત્રવધૂ, સ્વ. તુલસીદાસના પત્ની, ભાવનાબેન, વિજયભાઇ, વિનયભાઇ, વિમલભાઇ, રીટાબેન, સ્વ. કવિતાના માતા, હરેશભાઇ જોલાપ્રા, ચેતનાબેનના સાસુ, સ્વ. ચંદુલાલ પ્રેમજીભાઇ બકરાણિયા (ભુજ), સ્વ. મીનાબેન જગદીશભાઇ ભારદિયા (રાજકોટ), ગં.સ્વ. ઇન્દિરાબેન દિલીપભાઇ ભાલારા (માધાપર)ના ભાભી, સ્વ. કિરણબેન ચંદુલાલના જેઠાણી, વિરલ ખારેચા (ગાંધીધામ), સુચિતા ભારદિયા (અંજાર), કુલદીપ બકરાણિયા (ભુજ)ના મોટીમા, માધવી કુલદીપ બકરાણિયાના મોટા સાસુ, ઉમંગ, પૂજાના નાની, ધવનના મોટા દાદી તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2026ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.

ભુજ : ગુંસાઈ રમેશગર રણછોડગર (બટુકભાઈ) (ઉ.વ. 75) (નિવૃત્ત સ્ટેટ બેંક) તે સ્વ. મુલબાઈ (ભુદીબેન), સ્વ. રણછોડગરના પુત્ર, રાધાબેનના પતિ, સ્વ. લાધીબાઈ માધવગર (ભુજપુર)ના જમાઈ, સ્વ. વસંતગર, જગદીશભાઈ, સ્વ. ડેબાઈબેન, સ્વ. મટુબેન, સ્વ. સંતોકબેન, ગં.સ્વ. મણીબેન, ગં.સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. ઝવેરબેનના ભાઈ, મનોજ (જીઇબી), નિતેશના પિતા, જેનીલ, શ્રીજાના દાદા, સોનલ, શ્રેસ્થાના સસરા, ગં.સ્વ. ડોલરબેનના દિયર, મધુબેનના જેઠ, સપનાબેન, કાજલના મોટા સસરા, સુનિલ, મેહુલ, રીટા, શિલ્પા, નીતાના કાકા, સ્વ. રતનગર ભવાનગર (નાગલપર), રવીન્દ્ર રાય (કોલકાતા)ના વેવાઈ તા.18-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6, પ્રથમ માળ, ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવની બાજુમાં.

ગાંધીધામ : મૂળ સાંધાણના ગોસ્વામી મહાદેવપુરી (ઉ.વ. 67) તે ગંગાબેનના પતિ, સ્વ. ગોસ્વામી મીઠુવન જેરામવન (ભવાનીપુર)ના જમાઇ, સ્વ. ગવરીપુરી, સ્વ. ભગવાનપુરી (સાંધાણ), સ્વ. શાંતિબેન, રતનબેન કાન્તિગિરિ (ભુજપુર)ના ભાઇ, ગં.સ્વ. મનીષાબેન પ્રકાશભારતી (ધનાવાડા), ત્રિલોચનાબેન હરેશગિરિ (ચરોપડી), હિનાબેન હરેશભારતી (માંડવી), વર્ષાબેન શંકરગિરિ (મેઘપર), મેહુલપુરીના પિતા, જિજ્ઞાબેનના સસરા, આદીના દાદા, જાદવપુરી કરશનપુરી (ડુમરા), સીતાબેન જેરામગિરિ (સુરત)ના કાકાઇ ભાઇ, લહેરીપુરી, નરેશપુરી, વિજયપુરી, પ્રેમિલાબેન, રીટાબેન, મીનાબેનના કાકા તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 કાંજાણી હોલ, ભારત નગર, ગાંધીધામ ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાંતાબેન નંદકિશોર પંડયા (ઉ.વ. 77) તે સ્વ. નંદકિશોર મણિલાલ પંડયાના પત્ની, સ્વ. રૂક્ષ્મણીબેન મણિલાલ કામેશ્વર પંડયાના પુત્રવધૂ, સ્વ. શારદાબેન પ્રભુરામ પંડયાના ભત્રીજાવહુ, સ્વ. ત્રિવેણીબેન દયાશંકર ઉપાધ્યાય (માનકૂવા)ના પુત્રી, જ્યોતિબેન (નિવૃત્ત, પોસ્ટ ઓફિસ-અંજાર), અશ્વિનભાઈ (ઉપપ્રમુખ, અંજાર શહેર ભાજપ), દીપકભાઈ (પ્રમુખ, અંજાર ઔદિચ્ય બ્રહ્મસમાજ ઝા.સ.)ના માતા, કમલેશકુમાર વ્યાસ, જયશ્રીબેન, ભક્તિબેનના સાસુ, ગં.સ્વ. પુષ્પાબેન હીરાલાલ પંડયા (અંતરજાળ), સ્વ. અનસૂયાબેન મગનલાલ રાવલ, સ્વ. સાવિત્રીબેન મુગટરામ રાવલના ભાભી, કોકિલાબેન ભરતભાઈ પંડયા (માધાપર), રંજનબેન દિનેશભાઈ પંડયા (નિંગાળ)ના જેઠાણી, રમણીકભાઈ (કોલકાતા), અનિલભાઈ (ભુજ), ગં.સ્વ. રતનબેન (અંજાર), ગં.સ્વ. ચંપાબેન, ઉષાબેન (ભુજ), રેખાબેન (મુંબઈ)ના બહેન, નિધી સત્યમકુમાર ઓઝા (માંડવી), હેત, મિત, ખુશીના દાદી, જશના નાની, દીપ્તિ, જિજ્ઞા, યોગેશ (આંબાપર), જિજ્ઞેશ (નાગલપર), ચેતન (અંતરજાળ), કિશન (માધાપર)ના મોટામા તા. 18-3-026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એકસચેન્જ પાછળ, અંજાર ખાતે.

અંજાર : બાયડ જલુબાઈ અઝીઝ (ઉ.વ. 53) તે બાયડ અઝીઝ દાઉદ (એ.ડી. બાયડ)ના પત્ની, મ. બાયડ દાઉદ ઓસમાણ (હોટલવાળા)ના પુત્રવધૂ, શાકિર, સઈદ બાયડના માતા, સાજીદ, મ. મજીદ બાયડના ભાભી, ઉન્નડ રમઝાન, જાફર, ગફુર (ભારાપર, તા. ભુજ)ના બહેન તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-3-2026ના ગુરુવારે અસર નમાજ બાદ (સાંજે 6 વાગ્યે) હાજીપીર મસ્જિદ દેવળિયા નાકા ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયા, શાળા નં. 12 પાછળ, અંજાર ખાતે.

અંજાર : માંજોઠી સલીમ અલીમામદ (ઉ.વ. 55) તે નૂરમામદ, મ. મામદ, હાસમના ભાઈ, અલીમામદ (વરસામેડી), જુમા (મુંદરા)ના સાળા, માંજોઠી આધમ (મુંબઈ)ના જમાઈ તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-3-2026ના ગુરુવારે સવારે 10થી 11 હસનસા પીર દરગાહ કમ્પાઉન્ડ, જાદવનગર, મેઘપર રોડ, અંજાર ખાતે.

ભચાઉ : મૂળ વાંઢિયાના મણિરામ કરશનદાસ સાધુ તે સ્વ. મટુબેન કરશનદાસ દામોદરદાસના પુત્ર, સ્વ. હરગાવિંદદાસ, ખીમદાસ, જાનકીદાસ, ત્રિવેણીબેન જેઠીરામના ભાઈ, સ્વ. કુંવરબેન, સ્વ. જયાબેનના દિયર, ભરત, ગૌરીશંકર, જિતેન્દ્ર, પ્રવીણ, ભગવતી, દમયંતી, હંસા, દક્ષાના કાકા, મહેશકુમાર, કમલેશકુમાર, ગાયત્રીબેન, દક્ષાબેનના સસરા, રમીલાબેન, રસીલાબેન, બળવંતરામ, ભગવાનદાસના પિતા, વિજપાસર મોહનદાસ અંબારામ, ત્રિભુવનદાસ અંબારામના બનેવી, શિવાય, પ્રત્યુષના દાદા, આશિષ, ભાવના, દશરથ, પાયલ, ખુશીના નાના તા. 11-3-2026ના અવસાન પામ્યા છે.

માધાપર (તા. ભુજ) : સોની ગં.સ્વ. જનકબેન ત્રિકમદાસ બુદ્ધભટ્ટી (રસોઈયા) (ઉ.વ. 73) તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 19-3-2026ના સવારે 9 વાગ્યે અશોક  કિશોરભાઈ બગા (ડ્રમ પોલીશવાળા), પ્લોટ નં. 6, સુરક્ષા સોસાયટીથી માધાપર સ્મશાન ગૃહ જવા નીકળશે.

કુકમા (તા. ભુજ) : રાજેશ અરજણભાઇ ચાવડા (આહીર) (ઉ.વ. 37) તે સ્વ. અરજણભાઇ ભચુભાઇ ચાવડા અને સ્વ. પુરીબેનના પુત્ર, જ્યોતિબેનના પતિ, ધારવી, હીરાના પિતા, જહિબેન, કંકુબેન, કુંવરબેન, સવિતાબેન, ગીતાબેન, રાજીબેનના ભાઇ, સ્વ. કરશનભાઇ, આલાભાઇ, ધમાભાઇના ભત્રીજા તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કુકમા ખાતે.

મિરજાપર : હાલે ભુજ ગૌરવગિરિ (સંજુ) અરજણગિરિ ગુંસાઇ (ઉ.વ. 13) તે ગં.સ્વ. કલ્પનાબેન તથા સ્વ. અરજણગિરિના પુત્ર, સ્વ. ચંચળબેન ઇશ્વરગિરિ, ઇન્દુબેન શંભુગિરિના પૌત્ર, પ્રવીણગિરિ, સ્વ. વસંતગિરિ, વેલગિરિ, દમયંતીબેન, ગં.સ્વ. જ્યોત્સનાબેન, નીતાબેનના ભત્રીજા, મહેશગિરિ, હરેશગિરિ, રતનગિરિ, કાન્તિગિરિ, ભાવેશગિરિ, અશોકગિરિ, જયેશગિરિ, અજયગિરિ, પૂનમ, પુષ્પા, ડિમ્પલ, મીનાના પિતરાઇ ભાઇ, રંજનબેન, ભાવિકાબેન, જ્યોતિબેન, ઇશિકાબેનના દિયર તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2026ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે તથા બારસ તા. 28-3-2026ના.

જાંબુડી (તા. ભુજ) : કાનજીભાઈ વીરજીભાઈ ખરેટ (ઉ.વ. 67) તે સ્વ. વાલબાઈ વીરજીભાઈ ખરેટના પુત્ર, કમીબેનના પતિ, રામજીભાઈ લધુભાઇ ભદરુ (અંજાર)ના ભાણેજ, મનજી, શિવજી, રમેશ, રમીલા અશોક ખોખર (ખંભરા)ના પિતા, પ્રેમજી રાજા, મોહન રાજા, હરેશ રાજા, રમેશ રાજા (ભુજ), સુમલબેન વાલજી કુડેચા (જાંબુડી), રતનબેન પેથાભાઈ સંજોટ (જામથડા), ગં.સ્વ. સામાબેન રતિલાલ ભાટિયા (ભુજ), કેશરબેન લાલજીભાઈ મંગરિયા (ગાંધીધામ)ના મોટા ભાઈ, અશોક હરજીભાઇ ખોખર, શીતલ મનજી, વનિતા શિવજી, જાગુ રમેશના સસરા, પાર્વતી કાનજી ખોખર (ભુજોડી), સચિન, રાહુલ, મનીષાબેન પ્રકાશ જેપાર (ભુજ), દેવરાજ, ઝીલ, વર્ષા, નંદની ચેતન લોન્ચા (ભુજોડી), અંજની, જયવીર, પ્રિન્સી, પ્રિયાંશુ, જેનીલના મોટાબાપુ, જ્યોતિ, નેહા, સંગીત, શ્રેયાંશ, હેત્વી, અન્વી, સિયાના દાદા, ત્વીશા, ઉન્નતિના નાના, ભમીબેન કેશવજી જેપાર (નાગોર), કાનબાઈ દેવજી મણોઢિયા (ગાંધીધામ), ખેતા મઘાભાઈ બુચિયા (ગાંધીધામ)ના બનેવી, સ્વ. હરજી કમાભાઈ ખોખર (ખંભરા), સ્વ. કારૂભાઇ ખીમજી લોન્ચા (મિરજાપર), મનજી ખેતા જેપાર (આદિપુર), લધુ સામજી જોગુ (અંજાર)ના વેવાઈ તા. 19-3-2024ના અવસાન પામ્યા છે. તા. 21-3-2026ના શનિવારે સાંજે આગરી, તા. 22-3-2026ના સવારે પાણીયારો નિવાસસ્થાન જાંબુડી ખાતે.

નારાણપર (તા. ભુજ) : મૂળ કેરાના જેઠાલાલ ઉમરાણિયા (ઉ.વ. 80) તે સ્વ. દેવુબેન ત્રિકમજીભાઇ પરસોત્તમભાઈ ઉમરાણિયાના પુત્ર, જ્યોત્સનાબેનના પતિ, સ્વ. લાલજીભાઇ પરસોત્તમભાઈના ભત્રીજા, સ્વ. રવિલાલ, જેન્તીલાલ, ગં.સ્વ. કાન્તાબેન શશીકાંત પઢારિયા, ગં.સ્વ. સરસ્વતીબેન લક્ષ્મીકાંત પિત્રોડા, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. નર્મદાબેન વિશનજીભાઈ પરમારના ભાઇ, ગં.સ્વ. નર્મદાબેનના દિયર, વનિતાબેનના જેઠ, સંગીતા સંજય પિત્રોડા, સ્વ. સંજય, અલ્પાબેન વીપીન મકવાણા, ભાવેશકુમાર, ચેતનાબેન વિનોદભાઇ પરમારના પિતા, ગં.સ્વ. અર્ચનાબેન, ઈલાબેનના સસરા, મનીષા, રશ્મિ, રીનલ, કેતન, ભાવિકના મોટાબાપા, વિશાખા, મયંક, અર્કિત, સંજનાના દાદા, હાર્દિક, યશ, માહિર, મૈનીલ, ધર્માંગ, રિદ્ધેશ, માનસીના નાના, જીયાનાના પરનાના, સ્વ. અમૃતબેન રામજીભાઇ ઘેલા પઢારિયા (જ. કોટડા)ના જમાઇ, સ્વ. માવજીભાઈ રામજીભાઇ, સ્વ. કાનજીભાઈ રામજીભાઇ, સ્વ. દેવશીભાઈ રામજીભાઈ પઢારિયાના બનેવી તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 વૈષ્ણવ સમાજવાડી, નારાણપર-મેઘપર રોડ, નારાણપર ખાતે.

ભીમાસર (તા. અંજાર) : ભગત ખીમજીભાઈ મેરૂ લોંચા (ઉ.વ. 75) તે માનબાઈના પતિ, ખેતાભાઈ મેરૂ, ગં.સ્વ. મઘીબેન સ્વ. ભાણાભાઈ મસાણીયા (કોટાય)ના ભાઈ, દિનેશ, મહેશ, ઉર્મિલાબેન લાલજી પઢીયાર (કંઢેરાઈ), નયનાબેન દિનેશ બુચિયા (ભુજ), લક્ષ્મીબેન રમેશ ખોખર, હંસાબેન બાબુલાલ ખોખર (માથક), હેતલબેન લક્ષ્મણ ખોખર (આદિપુર)ના પિતા, સ્વ. હીરબાઈ અને સ્વ. ગાંગજીભાઈ ખેતા ઓઢાણા (ઝુરા)ના જમાઈ, સ્વ. જેમલ રાઘા જેપાર, કેશવજી રાઘા, દેવજી રાઘા (રાયધણપર), સ્વ. દેવજી ગાંગજી, મૂરજી ગાંગજી (બળુઆ ભોપા) ઓઢાણા (ઝુરા)ના બનેવી, અશોકભાઈ ખેતા, જગદીશ ખેતા, ભાવનાબેન પ્રવીણ જોગુ (અંજાર), ડિમ્પલબેન મિતેષ ગુડાર (ભારત નગર)ના મોટાબાપુ, જશુબેન, પ્રિયાબેનના સસરા, લક્ષ્મીબેન, દક્ષાબેનના મોટા સસરા, મિત્તલ, ક્રિતીકા, જીયા, કિયારા, ઉર્વશી, સ્નેહ, ખ્વાહિશ, શિવાંશીના દાદા તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-3-2026ના મંગળવારે રાત્રે આગરી અને તા. 25-3-2026ના બુધવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મેઘવંશી ગુર્જર સમાજવાડીની બાજુમાં, ભીમાસર ખાતે.

દબડા (તા. અંજાર) : વેલીબેન નારણભાઇ ગુદરાસણિયા (સોરઠિયા) (ઉ.વ. 85) તે સ્વ. નારણભાઇ ખેતાભાઇ ગુદરાસણિયાના પત્ની, મેઘીબેન તથા વાલીબેન મૂળજીભાઇ મેઘજીભાઇ બાંભણિયાના પુત્રી, લાલજીભાઇ, માવજીભાઇ, મનસુખભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, રંભુબેન, જમનાબેનના માતા તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2026ના સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રી કૃષ્ણવાડી) ગ્રાઉન્ડ ફ્લોર ખાતે.

ગોધરા (તા. માંડવી) : હાલે થાણા ધર્મેશ સુભાષચંદ્ર પંડયા (ઉ.વ. 46) તે સ્વ. પ્રેમિલાબેન સુભાષચંદ્ર પંડયાના પુત્ર, સ્વ. જયાબેન ડાહ્યાલાલ સુંદરજી પંડયા (ગોધરા)ના પૌત્ર, આરાધના (ટીના)ના પતિ, વૈશ્વી, ક્રિશાંગના પિતા, ભગવતીબેન મહેશકુમાર વ્યાસ (મૂળ વાડાપદ્ધર)ના જમાઈ, દર્શનાબેન જતિનકુમાર મહેતા (બોરીવલી), રક્ષાબેન કીર્તિકુમાર ગડિયા (ડોમ્બિવલી), રાખીબેન પ્રયાગકુમાર ઠાકર (મીરાં રોડ)ના ભાઈ, તરૂલતાબેન અજિતભાઇ, સરોજબેન હરીશભાઈ (ડોમ્બિવલી), મીનાબેન વિનોદભાઈ (અમદાવાદ), જ્યોતિબેન ઉષાકાંત (ગોધરા/ડોમ્બિવલી), વંદનાબેન કમલેશભાઇ (નખત્રાણા), રેખાબેન નરેન્દ્રભાઇ (અમદાવાદ), નીરૂબેન  નટવરલાલ, રંજનબેન ચંદુલાલ, સ્વ. ભગવતીબેન નરેન્દ્ર  પંડયા (આણંદપર), સરસ્વતી ચેતન રાવલ (કોઠારા)ના ભત્રીજા, તેજસ, યોગેશ, ભાવિકા, ઉર્વશી, વૈશાલી, હીરલ, કિર્તેશ, ગીતમ, પ્રતીક, કશ્યપ, મહિમા, જીત, આયુષના કાકાઇ ભાઈ, પ્રશાંત, સંદીપ, રક્ષા, ઉર્વશી, સોનલના બનેવી, કુંજ, પ્રણવ, મૌલિકના મામા, સ્વ. ભદ્રેશભાઈ, દમયંતીબેન રમેશચંદ્ર જોશીના ભાણેજ અવસાન પામ્યા છે. બેસણું તા. 20-3-2026ના શુક્રવારે સાંજે 4થી 5 બન્ને પક્ષનું ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, માંડવી  ઓક્ટ્રોય સામે, ભુજ ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : સામરાભાઇ પચાણભાઈ ગઢવી થરિયા (ઉ.વ. 77) (પૂર્વ પ્રમુખ, મોટા ભાડિયા સેવા સહકારી મંડળી) તે સ્વ. રામઈબેનના પતિ, માણસી સામરા, કરસન સામરા, સ્વ. ભાણભાઈબેન મેઘરાજભાઈ મૌવર, હાંસબાઈબેન હરિભાઈ મૌવર (મોટા ભાડિયા), હીરબાઈબેન મેઘરાજભાઈ વદળ (કોડાય)ના પિતા, સ્વ. ગોરબાઈબેન નાગાજણભાઈ રાગ, સ્વ. મલસરીબેન પચાણભાઈ થરિયા, માંકબાઈબેન પાલુભાઈ મૌવરના ભાઈ, ગોપાલભાઈ ખીમરાજભાઈ થરિયાના ભત્રીજા, લખમણભાઇ અરજણભાઈ થરિયાના કાકા, સામરાભાઈ પાલુભાઈ મૌવર, ખેરાજભાઈ નાગાજણભાઈ રાગના મામા તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાડી વિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 28-3-2026ના શનિવારે.

શેખડિયા (તા. મુંદરા) : પુનારી જુસબ ફકીરમામદ (ઉ.વ. 45) (રિક્ષાવાળા) તે અલીમામદ તથા ગુલામના ભાઈ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે.

કલ્યાણપર (તા. નખત્રાણા) : પ.ક.મ.ક.સ.સુ. દરજી સુરેશકુમાર તે પ્રભાબેન નારણભાઈ ગોહિલના પુત્ર, સ્વ. હીરબાઈ કાકુભાઈ ગોહિલના પૌત્ર, ગંગારામભાઈ, લક્ષ્મીચંદભાઈના ભત્રીજા, નીલમબેનના પતિ, હિર અને પ્રતીકના પિતા, દીપકભાઈના મોટા ભાઈ, ગં.સ્વ. રૂક્ષ્મણીબેન રામજીભાઈ પરમાર (કલ્યાણપર), દમયંતીબેન લેરીલાલ પરમાર, હંસાબેન કિશોરભાઈ પરમારના જમાઈ, ગં.સ્વ. જયશ્રીબેન ચંદુલાલ સોલંકી (ગાંધીધામ), મંજુબેન મુકેશભાઈ પરમાર, ચેતનાબેન અરાવિંદભાઈ પરમાર, દીપાબેન નીતિનભાઈ પરમાર (કલ્યાણપર), આશાબેન ભાવેશભાઈ પરમાર (ભુજપર), નિશાબેન સુનીલભાઈ સોલંકી (રામપર વેકરા)ના ભત્રીજા જમાઈ, પ્રીતિબેન વિરેનભાઈ ચૌહાણ (બળદિયા), બિન્દુબેન અશોકભાઈ મોઢ (કપાયા), મયુરીબેન અલ્પેશભાઈ, રીંકલબેન મીતકુમાર (દહીસરા), જિજ્ઞેશ મુકેશભાઈ પરમાર, ખુશી, રુદ્રના બનેવી, ધ્વનિ, લક્ષ્મણના ફુવા તા. 17-3-2026ના ઇડર ખાતે અવસાન પામ્યા છે. સસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 21-3-2026ના શનિવારે બપોરે 3થી 4 શિવ મંદિર, કલ્યાણપર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : લાલાસિંહ મંગલાસિંહ સોઢા (ઉ.વ. 45) તે સોઢા રાજાસિંહ હાજરાજાસિંહના ભત્રીજા, રણછોડાસિંહ, ડુંગરાસિંહ, ગેમરાસિંહ, છગનાસિંહ, રામાસિંહના ભાઇ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. તા. 26-3-2026ના દીવાની રાત, તા. 27-3-2026ના બારસ, સાદડી નિવાસસ્થાન સોઢાવાસ, મથલ ખાતે.

મોટા ધાવડા (તા. નખત્રાણા) : પાર્વતીબેન અમરતભાઈ ડાયાણી (ઉ.વ. 71) તે સ્વ. અમરતભાઇ પુંજાભાઈ ડાયાણીના પત્ની, ભરતભાઇ (ધાવડા), વનિતાબેન (દહેગામ), હંસાબેન (રામપર), અંજુબેન (કોટડા)ના માતા, ઓમ, પીનલ, હેન્સીના દાદી તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) નિવાસસ્થાન મોટા ધાવડા ખાતે.

મૌવાણા (તા. રાપર) : લાડુબેન નરસંગભારથી ગોસ્વામી તે સ્વ. દયાલભારથી, અણદભારથી, સ્વ. અમરતબેન જવેરગિરિ (ઉમૈયા)ના માતા, પચાણભારથી, શાન્તાબેન, રંભાબેન, ફુલબાઇ, દયાબેનના કાકી, ચંપાબેનના કાકીસાસુ, વસંતી અને ધનવંતીના સાસુ, રમેશભારથી, મહેશભારથી, વિશાલભારથી, કમલેશભારથી, સ્વ. નીલાવંતીબેન, સુશીલાબેન, પુષ્પાબેનના દાદી, છાયાબેન, ચેતનાબેન, ધર્મિષ્ઠાબેનના દાદીસાસુ, ક્રિશ, યક્ષ, ધ્રુવી, જીયા, જૈનીના મોટાદાદી તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 21-3-2026ના શનિવારે મૌવાણા ખાતે.

મોટી ધુફી (તા. અબડાસા) : યુવરાજસિંહ (ઉ.વ. 22) તે સ્વ. ગુલાબસિંહ ગોડજીભા જાડેજાના પુત્ર, જાડેજા મહાવીરસિંહ, રાજેન્દ્રસિંહ, દશરથસિંહના ભાઇ, જયવીરસિંહ, ભવ્યરાજસિંહ, રુદ્રરાજસિંહના કાકા તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટી ધુફી ખાતે.

મુંબઇ : મૂળ અંજારના પ્રવીણચંદ્ર શાંતિલાલ વોરા (ઉ.વ. 72) તે સ્વ. ચાંદુબેન શાંતિલાલ કેશવજી વોરાના પુત્ર, ભારતીબેનના પતિ, કેયૂરના પિતા, ધારાના સસરા, સ્વ. વસંતભાઈ, કિશોરભાઈ, સ્વ. શૈલેષભાઈ, કોકિલાબેન સુરેન્દ્રભાઈના ભાઈ, સ્વ. દીપિકાબેનના દિયર, ચાંદનીબેન, સ્વ. લતાબેનના જેઠ, સ્વ. પરાગ, સિદ્ધાર્થ, શ્રેયાંસ, ધૈર્ય, પૂજા યશ શાહના કાકા, નિતલ યજ્ઞેશ ઝવેરી, બિજલ હોશીલના મામા, સ્વ. ગુલાબબેન મોહનલાલ શાહ (મંજલ)ના જમાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, પ્રકાશભાઈ, સ્વ. કુસુમબેન વિનેશચંદ્ર શાહ, મધુબેન જયંતીલાલ શાહના બનેવી, રશ્મિબેન, સાધનાબેન, પ્રતિમાબેનના નણદોઈ તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.19-3-2026ના ગુરુવારે બપોરે 2.30થી 4 કપોળ બેન્ક્વેટ હોલ, રામચંદ્ર લેન એક્સટેન્શન રોડ, મલાડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd