દુબઇ, તા. 18 : ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર
જસપ્રિત બુમરાહની આઇસીસી ટી-20 બોલિંગ ક્રમાંકમાં
ટોપ ફાઇવમાં ફરી એન્ટ્રી થઇ છે. પાછલા બે સપ્તાહથી તે કોઇ મેચ રમ્યો નથી. આમ છતાં તેની
રેન્કિંગમાં ફાયદો થયો છે. બીજી તરફ દ. આફ્રિકી ઝડપી બોલર કોબિન બોશ 6 નંબર પર ખસી ગયો છે. જેથી બુમરાહ પ નંબર
પર આવી ગયો છે. બુમરાહના 702 રેટિંગ પોઇન્ટ
છે. વર્લ્ડ કપ ફાઇનલમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ટી-20 બેટિંગ ક્રમાંકમાં અભિષેક શર્મા
ટોચ પર યથાવત્ છે. તેના ખાતામાં 87પ રેટિંગ
પોઇન્ટ છે. તે જુલાઇ-202પથી ટી-20નો નંબર વન બેટર છે. ટી-20 બોલિંગ ક્રમાંકમાં કિવિઝ કેપ્ટન
મિચેલ સેંટનરને ફાયદો થયો છે. તેણે આફ્રિકા સામેની 2 મેચમાં 3 વિકેટ લીધી
છે. આથી તે 11 ક્રમની છલાંગ લગાવીને 13મા નંબર પર આવી ગયો છે. ટી-20 બેટિંગ ક્રમાંકમાં પહેલા-બીજા
સ્થાને અભિષેક શર્મા અને ઇશાન કિશન છે. ઓલરાઉન્ડર ક્રમાંકમાં સિકંદર રઝા, હાર્દિક પંડયા અને સઇમ અયૂબ ટોચના ત્રણ સ્થાન
પર છે.