• ગુરુવાર, 19 માર્ચ, 2026

ઇશાન કિશન સનરાઇઝર્સનો ઇન્ચાર્જ કેપ્ટન જાહેર

હૈદરાબાદ, તા. 18 : આક્રમક ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન આઇપીએલ-2026 સીઝનના શરૂઆતના મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની કપ્તાની સંભાળશે જ્યારે ટી-20 ફોર્મેટના નંબર વન બેટર અભિષેક શર્માને વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આજે આ અંગે સત્તાવાર ઘોષણા કરી છે.  નવા કેપ્ટન ઇશાન કિશન માટે પાછલી આઇપીએલ સીઝન ઠીકઠાક રહી હતી. તેણે 14 મેચમાં 12.8ની સ્ટ્રાઇક રેટથી 34 રન કર્યા હતા. જેમાં એક સદી અને એક અર્ધસદી હતી. પેટ કમિન્સની અનુપસ્થિતિમાં એસઆરએચનો તે ઇનચાર્જ કેપ્ટન જાહેર થયો છે. કમિન્સ હાલ પીઠની ઇજામાંથી બહાર આવી રહ્યો છે. આ ઇજાને લીધે તેણે એશિઝ સિરીઝ અને ટી-20 વર્લ્ડ કપ ગુમાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તેની પહેલી મેચ 28 માર્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આરસીબી વિરુદ્ધ રમશે. 

Panchang

dd