• ગુરુવાર, 19 માર્ચ, 2026

ચેકના કેસમાં મંગવાણાના શખ્સને વર્ષની કેદ : 30 દિનમાં વળતરનો હુકમ

ભુજ, તા. 18 : એરંડાની ખરીદી દરમ્યાન અપાયેલો 16 લાખ રૂપિયાનો ચેક બેન્કમાંથી પરત ફરવાના કેસમાં અદાલતે નખત્રાણા તાલુકાના મંગવાણા ગામના શૈલેશકુમાર નટવરલાલ ઉર્ફે નાનજી નાકરાણીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ ચુકાદામાં ચેકની રકમ વળતર સ્વરૂપે 30 દિવસમાં ચૂકવી આપવાનો પણ આદેશ કરાયો હતો.આ કિસ્સામાં વર્ષ 2021માં  રવા વંકા આહીર પાસેથી 16 લાખ રૂપિયાના એરંડા ખરીદ કરાયા હતા અને આ પેટે શૈલેશ નાકરાણીએ ચેક આપ્યો હતો. જે પરત ફરતાં નેગોશિયેબલ ધારા હેઠળ આ કેસ કરાયો હતો.ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા તેમની સમક્ષ સુનાવણીના અંતે આરોપીને તકસીરવાન ઠેરવીને તેને એક વર્ષની સાદી કેદની સજા કરી હતી. ચેકની રકમ 30 દિવસમાં ચૂકવવા પણ હુકમ કરાયો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષના વકીલ તરીકે હિરલ એસ. પટેલ, મુકેશ એન. બોખાણી, ક્રિષ્ના કે. હંસોરા, મંજીત ખાઈવર, અર્ચના એ. હિરાણી અને જીનલ કે. શાહ રહ્યા હતા. 

Panchang

dd