• રવિવાર, 22 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : જોષી ઝંખના (સાવિત્રી)બેન (ઉ.વ. 72) તે જયભારત ઝવેરીલાલ જોષીના પત્ની, ગં.સ્વ. કંચનબેન ઝવેરીલાલ (ખીરા)ના પુત્રવધૂ, કૃણાલ, જિજ્ઞાસુ, ભૂમિકાના માતા, પલ્લવી, ડિમ્પલ, રોહિતકુમાર (નાસિક)ના સાસુ, મહેર, ધ્રુવના દાદીમાધવના નાની, કુંજલતાબેન રાજેન્દ્ર હરિયામાણેક, શીલા ભરતભાઈ, સ્વ. માલતી રાજેન્દ્રભાઈ, મંજુલા જિતેન્દ્રભાઈ, સ્વ. જ્યોતિબેન પ્રાણશંકર લચ્છાના ભાભી, સ્વ. લીલબાઈ (માંડવી)ના પુત્રી  તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 22-3-2026ના રવિવારે સવારે 8 કલાકે નિવાસસ્થાનસી-5,  સ્વામિનારાયણનગર-2, બીજી લાઇન, નવી રાવલવાડી, ભુજથી લોહાણા સ્મશાને જશે. પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સોમવારે સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, મિડલ સ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ગગડા બાંયાબાઇ (ઉ.વ. 82) તે મ. સાલેમામદ ખમીશાના પત્ની, મુસા જુમ્માના ભાભી, રમજુ ઉર્ફે જનગા, ભચુ અને સુમારના માતા, ગગડા હુશેન મુસાના સાસુ, સાડ જુસબ આમદ, હાજી આમદ તથા હુશેન આમદ (દેશલપર)ના બહેન, સાડ કાસમ ઓસમાણ તથા આસિફ ઓસમાણના નાની તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 કલાકે ભીડ નાકા બહાર, સુરલભિટ્ટ, મહેંદી કોલોની, ચાકી જમાતખાના, ભુજ ખાતે. સંપર્ક  99783 22554.

ભુજ : મીર રહીમ શાહબુદ્દિન (ઉ.વ. 60) તે મ. ઇમરાન અને ઝીકરના પિતા, મીર ફિરોઝના ભાઇ, અઝરુદ્દિન, રમીર (ભચાઉ)ના સસરા, ઇકબાલ હબીબ, ગુલામ ઓસમાણ (સુરેન્દ્રનગર)ના કાકાઇ ભાઇ તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 23-3-2026ના ભીડ નાકા બહાર, સુરલભિટ્ટ રોડ, અમનનગર સર્કલ, ખત્રી કોલોની ખાતે. 

અંજાર : યામિનીબેન માંકડ (ઉ.વ. 63) તે સ્વ. જગદીપભાઈ માંકડ (એડવોકેટ-જોડિયા)ના પત્ની, ખંજન કુશલ પટ્ટણી (અંજાર), હરિતના માતા, સ્વ. દિનકરરાય રૂગનાથરાય માંકડના પુત્રવધૂ, સ્વ. અરાવિંદબાળાબેન દુર્લભચંદ્ર છાયાના પુત્રી, જયશ્રીબેન લલિતભાઈ ધોળકિયા, સ્વ. સનતભાઇ, સ્વ. અનિલભાઈ, સ્વ. પ્રદ્યુમનભાઈ, દુષ્યંતભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, ધ્રુવભાઈ, પ્રતિભાબેન ઘનવીરભાઈ નાણાવટી, પ્રીતિબેન મયૂરભાઈ બૂચહર્ષાબેન જયેશભાઈ મંકોડીના ભાભી, સ્વ. શિરીષભાઈ છાયા (એડવોકેટ), દિનેશભાઈ છાયા, નિખિલભાઈ છાયા (એડવોકેટ), ભરતભાઈ છાયા (એડવોકેટ), અભિલાષભાઈ છાયા, માલતીબેન અવિનાશ અંજારિયા, સ્વ. ચિત્રલેખા ઉમેશ અંજારિયા, પ્રજ્ઞા નૈષધ ધોળકિયાના બહેન તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સાંજે 5થી 6 હાટકેશ હોલ, વર્ધમાનનગર, અંજાર  ખાતે.

મુંદરા : મ.ક.સ.સુ. દરજી હરીન જયસિંહ પરમાર (ઉ.વ. 46)  (ડેપ્યુટી એન્જિનીયર જિંદાલ શો લિ.-સમાઘોઘા પ્લાન્ટ) તે હેતલબેનના પતિ, ગં.સ્વ. નિર્મળાબેન જયસિંહ પરમાર (ભુજ)ના પુત્રજીમીત, જિયાનના પિતા, મોનાબેન (અમદાવાદ), વિક્રમ (ભુજ), બ્રિજેશ (અમેરિકા)ના ભાઇડોલી, મીતના મામાપાર્થવી, સમરજીત, અદ્વયના કાકા, સુરેશ જે. પરમાર  (નાસિક), મનોરમા એમ. સાચલા (કેનેડા), સ્વ. માલતીબેન એ. ચાવડા (સતના)ના ભત્રીજા, ગં.સ્વ. મીનાબેન મધુસૂદન સોલંકી (ભુજપર)ના જમાઈ, જિતેન્દ્ર, સચિન, ક્રિષ્નાના બનેવી તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 22-3-2026ના બપોરે 1 વાગ્યે નિવાસસ્થાન 94/, ઘનશ્યામ પાર્કથી નીકળી હિન્દુ સ્મશાનગૃહ, વર્ધમાનનગર, પોસ્ટ ઓફિસ સામે જશે. બંને પક્ષનું બેસણું તા. 23-3-2026ના સાંજે 4થી 5 પટેલ સમાજવાડી, ઘનશ્યામ પાર્ક, બારોઇ રોડ, મુંદરા ખાતે.

કુકમા (તા. ભુજ) : સના સુલેમાન ઇબ્રાહીમ (ઉ.વ. 80) તે મ. હાજી ઈબ્રાહિમ મીઠુના પુત્ર, મ. સના હાજી જુમ્મા ઇબ્રાહિમના  મોટા ભાઈમ. ઈશબના પિતામહંમદ શરીફ ઈશબના દાદા, અબ્બાસ, સલીમ, ઈમરાનના મોટા બાપા, રજાક કેવર, અસ્લમ કેવર, કરીમ સુમરા, હુશેન સુમરા, ફિરોઝ સુમરા, હુશેન મથડાસના હુશેન, સના કાસમના મામાજાનમામદ, અલીમામદ, અબ્દુલઆમદના સસરા તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2026ના સોમવારે 9.30થી 10.30 જૂની જામા મસ્જિદ  ખાતે.

રત્નાપર (તા. માંડવી) : હાલે દહીંસર વિઠ્ઠલદાસ હંસરાજ રામાણી (ઉ.વ. 79) તે દેવકાબેનના પતિ, સ્વ. મગનલાલ, મોહનલાલ, મણિલાલના પિતા, હંસાબેન, નીતાબેન, જિજ્ઞાબેનના સસરા, ભચીબેન વિશ્રામ ભીમાણી (વેરસલપર-મુંબઈ)ના ભાઈ, મયુશા, દીર્ઘ, અજય, હર્ષ, ક્રિષાના દાદા, રતનશી વાલજી ભીમાણી (વેરસલપર)ના જમાઈ, સ્વ. કરમશીભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. કાનજીભાઈ તથા વિશ્રામભાઇ, શાંતિલાલભાઈ, સ્વ. શિવજીભાઈ, પ્રેમજીભાઈના કાકાઇ ભાઈ તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સોમવારે બપોરે 3થી 4.30 રત્નાપર પાટીદાર સમાજવાડી ખાતે.

બાગ (તા. માંડવી) : સુમરા આયશાબાઇ લધા (ઉ.વ. 80) તે મ. સુલેમાન લધા, ગની લધા, મામદ (ભાલો) લધાના માતા, હુસેન, આબિદ (એબીડી સ્પોર્ટસ), સબિર, નિઝામ, ઇમ્તિયાઝ, માહિરના દાદી, મ. સુમરા અદ્રેમાન ઇબ્રાહિમ, કાસમ ઇબ્રાહિમ, રમજુ ઇબ્રાહિમના ભાભી, સુમરા અબ્દુલ કાસમ (ગુંદિયાળી)ના કાકી, સુમરા આમદ ઈસ્માઈલ (એસ.ટી. ડ્રાઇવર-ભુજ)ના બહેન, મ. સુમરા હુસેન ઈસ્માઈલ (મસ્કા), સુમરા રમજુ ઇશાકના સાસુ તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ અને જિયારત તા. 23-3-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન, ભેગાણી ફળિયું, બાગ ખાતે.

મોટા કપાયા (તા. મુંદરા) : મૂળ ભદ્રેશ્વરના નથુભાઇ જુમાભાઇ મહેશ્વરી (બારા) (ઉ.વ.  57) તે હીરબાઇના પતિ, કિરણ, મનીષાના પિતા, હેન્સીના દાદા, સુરેશભાઇ, ધનજીભાઇ, ભીમજીભાઇ 

(નિવૃત્ત નાયબ સુબેદાર આર્મી), શિવજીભાઇ, હીરબાઇના ભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, ભાણજીભાઇ, જિતેન્દ્રભાઇ, નાનજીભાઇ, ગોવિંદભાઇ, હરેશભાઇ, જગદીશભાઇ, મહેશભાઇના કાકા, ધેડા શામજીભાઇ (બળદિયા)ના સસરા, ભર્યા દેવશીભાઇ, ભીમજીભાઇ, દામજીભાઇ, નારાણભાઇના બનેવી, નીલેશ, ભાવેશ, જગદીશ, કલ્પેશ, ભાવેશ, કિશન, નરેશના ફુઆ તા. 19-3-2026ના અવસાન પામ્યા છે.

નાના નખત્રાણા : રબારી વંકાભાઇ પેથાભાઇ (ઉ.વ. 63) તે દેવલબેનના પતિ, સ્વ. રાજુબેન પેથાના પુત્ર, ભીમાભાઇ, ખેતુબેન, લાખુબેન, લાછુબેનના પિતા, સ્વ. ગાભાભાઇ, સ્વ. સોનાભાઈ, સ્વ. દેવાભાઈ, સ્વ. દેવરાભાઈ, લાખાભાઈ, ભચીબેન, વલુબેન, રામીબેન, દેવીબેનના ભાઈ, રવા, ભાવેશ, હસુના દાદા, સ્વ. કાના દેવીદાસ (કાલારવાંઢ)ના જમાઈ તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 28-3-2026ના, બારસ રવિવાર તા. 29-3-2026ના તેમજ સાદડી નિવાસસ્થાન નાના નખત્રાણા ખાતે.

ધાવડા નાના (તા. નખત્રાણા) : ચાવડા ગંગાબા વેલુભા (ઉ.વ. 72) તે જાડેજા મેરુભા મમુજીના બહેન, ચાવડા દેવાજી અને રણજિતસિંહના માતા, સિદ્ધરાજસિંહના દાદી, જાડેજા રામસંગજી (દેઢિયા), જાડેજા જટુભા (મોડકુબા)ના સાસુ તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, નાના ધાવડા ખાતે. 

વાગોઠ (તા. અબડાસા) : શેખ ઇસ્માઇલ દાઉદ ઉર્ફે મીઠુ ડાડા તે જુમ્મા ડાડાના ભાઇ, જુસબ દાઉદ આમધના પિતા તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-3-2026ના સોમવારે સવારે 10 કલાકે વાગોઠ ખાતે.

પુનરાજપર (તા. લખપત) : જાડેજા સામતજી (બુધુભા) ભાવસંગજી (ઉ.વ. 72) (પૂર્વ સરપંચ પુનરાજપર) તે જેતમાલજી (તા. ભાજપ મહામંત્રી, પૂર્વ પ્રમુખ ક્ષત્રિય સમાજ), ગોવિંદજીના પિતા, ગોમાજી, કલ્યાણજી, દાદુભા, વીરાજી, જેઠુભા, હાજાજી, પાંચાજી, સામતજી, માધુભા, હમીરજી, રાણુભા, ગોવિંદજીના કાકા, દેવાજી સતાજી, સુરુભા, દેવાજી, કેશવજીના કાકાઇ ભાઇ તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 30-3-2026ના, ઘડાઢોળ તા. 31-3-2026ના બપોરે નિવાસસ્થાન પુનરાજપર ખાતે.  

સુખપર (તા. ભચાઉ) : રામગર કેશવગર ગુંસાઇ (ઉ.વ. 92) તે સ્વ. શાંતાબેનના પતિ, સ્વ. જગદીશગર, પ્રતાપગર, ગીતાબેન, સવિતાબેન, મુકતાબેનના પિતા, સ્વ. જવેરગર, સ્વ. પરસોત્તમગર, બબીબેન શિવગર (મનફરા), જયશ્રીબેન જેઠીગર (ચાવડકા)ના મોટા ભાઈ, સુરેશગર, કીર્તિગર, ચમનગર (સુખપર)ના મોટાબાપુ, નવીનગર (માધાપર), મોહનગર (મીઠીરોહર), પુષ્પાબેન, જ્યોતિબેનના સસરા, લતાબેનના કાકા, ગોદાવરીબેન પરસોત્તમગરના જેઠ, ખુશાલગર, ભાવિકગર, ધ્રુવગર, વિશાલગર, મીતગર, ભવિષ્યગર, કાજલબેન, નેહા, પૂજાબેન, જાગૃતિ, તૃષાલીના દાદા તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન, સુખપર ખાતે.

નાની ચીરઇ (તા. ભચાઉ) : ગોવિંદભાઇ સામતભાઇ ચાવડા (ઉ.વ. 70) (શિવકૃપા સોલ્ટ વર્કસ) તે શંભુભાઈ સામતભાઈ ચાવડાના મોટા ભાઈકુંવરબેનના જેઠરમેશભાઈ ગાવિંદભાઈ ચાવડા, હરિભાઇ, કિરણભાઇના પિતા, ડાઈબેન, લક્ષ્મીબેન, બબીબેનના સસરા, હરિભાઈ ગાવિંદભાઈ ચાવડા, મુકેશભાઈ શંભુભાઈ ચાવડા, નવીનભાઈ શંભુભાઈ ચાવડા, અર્ચનાબેનના કાકા, વૈશાલીબેન, કૃપાબેન, રિદ્ધિ, મૂળજીભાઈ ભીખાભાઈ કોવાડિયા, બ્રિજેશભાઈ સતીશભાઈ જરૂના કાકા સસરા, પૂજા, જીયા, નિધ્યા, આર્યન, રણવીર, જયદેવ, રણદીપ, અર્જુનના દાદા, ક્રુશાંગી, ક્રિશા, શિવ, શિવમ્ના નાના તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન, ગોકુળગામ, નાની ચીરઇ (તા. ભચાઉ) ખાતે. 

સોનલવા (તા. રાપર) : પુનાભા દેવકરણભા ગડદિયા (ગઢવી) (ઉ.વ. 72) તે જીબાબેનના પતિ, કિરણબેન, વંદનબેન, નેહલબેન, સ્વ. દયાબેન, પ્રતાપભાના પિતા, રમાબેન, સ્વ. ગાવિંદભા, સ્વ. લક્ષ્મણભા, ઈશ્વરભા (એડવોકેટ-રાપર), રમેશભા ભગત (ખુબડીધામ-સોનલવા), સ્વ. કરશનભાના ભાઈ, સ્વ. ખોડીદાનભા, સ્વ. દેવરાજભા, સ્વ. મ્યાજરભા, દેવીદાનભા, અમરતભા, સ્વ. મનુભા, કમલેશભા (કેપીટી)ના કાકાઈ ભાઈ, દિલુભા, સ્વ. કિશોરભા, અજુભાના કાકા, નિતીનભા, વિપુલભા (એડવોકેટ), મહેશભા (એડવોકેટ), મેહુલભા, સંજયભાના મોટા બાપુ, રાજાભા કરમણભા ફુનડાના જમાઇ તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. ત્રીજાણું તા. 23-3-2026ના અને લૌકિક વ્યવહાર નિવાસસ્થાને સોનલવા (તા. રાપર) ખાતે.

અમદાવાદ : મૂળ મંજલ (તરા)ના ઉપેન્દ્રભાઇ રામજીભાઇ પંડયા તે સ્વ. રામજીભાઈ મૂળજીભાઈ ગેડિયાના પુત્ર, સોનલબેનના પતિ, સ્વ. દેવલબેન, સ્વ. જીવાબેન, અમૃતભાઈ, રુક્ષ્મણિબેન, રણછોડભાઈના ભાઈ, ભાવેશ તથા પ્રવીણના પિતા, જશોદાબેન તથા લક્ષ્મીબેનના સસરા, સ્વ. શરદભાઈ, પ્રકાશ, દીપક, સુરભિ, અલકા, મીના, જિતેન્દ્ર, વનિતા, લતા, દુર્ગાના કાકા, કિંજલ, રાહુલ, હાર્દિક, યશ, રાજદેવ, પ્રિયાંશીના દાદા, બાબુભાઈ ખીમજીભાઈ રૂપિયા (ભેરૈયા)ના જમાઈ, ભીખાભાઈ (મંગવાણા), વિશ્રામભાઈ (ભેરૈયા)ના વેવાઈ, છગનભાઈ, કાંતિભાઈ, વાડીલાલ, પરસોત્તમ, સ્વ. ઈશ્વરભાઈ, કિરીટ, મણિલાલ, ઈન્દિરા, શાંતિલાલ, શરદ, લક્ષ્મણ, ભાનુબેન, શાંતાબેન, દમયંતીબેન, જશોદાબેન, ચંદ્રિકાબેનના મામા તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. બારસ વિધિ નિવાસસ્થાને તા. 31-3-2026ના સવારે 9થી 12.   

મુંબઇ : મૂળ અંજારના શરદ (ઉ.વ. 56) તે ગં.સ્વ. શારદાબેન અમૃતલાલ રાવલિયા (ઠક્કર)ના પુત્ર, જાસ્મીનના પતિ, પાર્થના પિતા, હિનાબેન અજય જવાણી, પ્રીતિબેન મનીષ મીરાણી, રાહુલ અમૃતલાલ ઠક્કરના ભાઇ, પરેશ મધુસૂદન ઠક્કર, જયેશ મધુસૂદન ઠક્કર, મનોજ મધુસૂદન ઠક્કરના બનેવી તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવારે તા. 22-3-2026ના સાંજે 5થી 7 ત્રિધા બેન્ક્વેટ હોલ, સ્વામિનારાયણ અગ્રસેનની ઉપર, ચોથે માળે, 90 ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંબઇ : મૂળ વિંઝાણના હસમુખ નારાણજી ભવાનજી બાપટ (સેવક) (ઉ.વ. 70) તે સ્વ. અમૃતબેન નારાણજી બાપટના પુત્ર, નીતિનભાઇ, સ્વ. ગિરીશભાઇ, લક્ષ્મીબેન મૂળશંકરભાઇ ફડકે, શારદાબેન ભાનુશંકર શુક્લના ભાઇ, લીલાવતીબેન નીતિનભાઇ બાપટના જેઠ, ભાવના અને ફોરમના મોટા બાપા, ઝલક અને તીર્થાના નાના તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-3-2026ના રવિવારે સાંજે 4થી 6 મહાદેવ મંદિર હોલ, સર્વોદય ગાર્ડનની સામે, કોપરી માર્કેટ, થાણા (પૂર્વ) ખાતે. 

રાજકોટ : હાલ કેશોદ (જૂનાગઢવાળા) મહેન્દ્રભાઇ વિઠ્ઠલદાસ કારિયા તે ગીતાબેનના પતિ, હેતલબેન વિશાલકુમાર માખેચાના પિતા, જગજીવન મોહનલાલ પલણના જમાઇ તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 23-3-2026ના સોમવારે સાંજે 4થી 5 વિશાલકુમાર માખેચા, શ્યામલ રાજ એપાર્ટમેન્ટ, સી-204, શાંતિનગર ગેટની અંદર, રૈયાધાર, રાજકોટ ખાતે. 

Panchang

dd