• રવિવાર, 22 માર્ચ, 2026

જરૂરતમંદોને મદદ કરવી એ જ ઇદની સાચી ખુશી

ભુજ, તા. 21 : જરૂરતમંદોને મદદ કરવી એ જ ઇદની સાચી ખુશી છે તેવું ઇદ-ઉલ-ફિત્ર રમજાન ઇદની ઉજવણી પ્રસંગે ખુતબો પઢાવતાં જણાવાયું હતું. ભુજ સહિતના સ્થળે મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ નમાજ અદા કરી ખુદાની બંદગી કરી હતી. સૌએ એક બીજાને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી હતી. ઇદની ઉજવણી નિમિત્તે સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકાર્યો પણ કરાયાં હતાં. - ભુજની મુખ્ય ઇદગાહમાં ઇદ નમાજ : ભુજ શહેરની રાજાશાહી વખતની મુખ્ય ઇદગાહ પર ઇદ નમાજનો ખુતબો તથા તકરીર પીર ઇસ્માઇલશા બુખારીના ગાદીનશીન તથા ઇદગાહના ખતીબ ઇમામે ઇદ નમાજ પઢાવી હતી. તેમણે કહ્યું કે, રમજાન એ મુસ્લિમોનો પવિત્ર માસ છે. રોજા, નમાજ તથા યતીમોની મદદ કરવાની તથા વિધવાઓને જકાત, ફીતરો  પણ કરવા તેમણે કહ્યું હતું. પોતાનાથી થઇ શકે તેવી મદદ કરવી એ જ ઇદની સાચી ખુશી છે. ઇદ નમાજની વ્યવસ્થા ઇદગાહ કમિટીના સભ્યોએ સંભાળી હતી. મદદનીશ ટ્રસ્ટી સૈયદ હુસેનશા સાજનશા બુખારી, સૈયદ લતીફશા હાજી હાસમશા બુખારી, સૈયદ મુસ્તફા બુખારી, સૈયદ હસનશા બુખારી, અસલમ માંજોઠી, અબ્દુલ ઉમર શેખઅનવર નોડે હાજર રહ્યા હતા. સૈયદ ખૈરશા બાપુએ કચ્છનો ભાઇચારો કાયમ રહે તેવી દુઆ માગી હતી. ભીડગેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કચ્છના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, લંઘા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજના હાજી ઇસ્માઇલ લાડકા, નગરસેવક કિરણ ગોરી, માનવજ્યોતના પ્રબોધ મુનવરબ્રહ્મસમાજના કનૈયાલાલ અબોટી, પીર જમાલસા હોસ્પિટલના ચેરમેન અકીલ મેમણ, અસરફ ઝેરિયા, ઇન્દ્રીશ સુમરા, ધીરેન રાઠોડ, અંબાલાલ ગોર, સુલેમાન રાણા, નૂરમામદ મમણ, જાનમામદ કેવર, માલશી નામોરી સહિતે કોમી એકતા અને ભાઇચારાની ભાવનાને બિરદાવી હતી. જરૂરતમંદોને મીઠાઇનાં પેકેટો વિતરણ કરાયાં હતાં. સંચાલન રફીક બાવાએ, આભારવિધિ સોયબભાઇ મમણે કર્યા હતા. - દેશમાં અમન, શાંતિ, ભાઇચારો કાયમ રહે તેવી દુઆ કરાઇ : ગાંધીધામ : રમજાન મહિનામાં પૂરો મહિનો રોજા રાખ્યા બાદ આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી મુસ્લિમ સમાજે ઉત્સાહ સાથે કરી હતી. મસ્જિદે તયબાહ ખાતે વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો પોતાનાં સંતાનો સાથે ઈદની નમાજ અદા કરવા પહોંચ્યા હતા. મૌલાના અબ્દુલ માંજોઠી એ નમાજ અદા કરાવી ઈદનો ખુતબો આપતાં જણાવ્યું હતું કે, ગરીબો, અનાથ તથા વિધવા બહેનોની મદદ કરી તેમને ઈદની ખુશીમાં સામેલ કરજો, તેમણે નમાજ બાદ ભારત દેશમા અમન, શાંતિ, એકતા, ભાઈચારો કાયમ રહે તેવી દુઆ કરી હતી. મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ તમામ લોકોને ઈદ મુબારક પાઠવતાં આજને દિવસે જરૂરતમંદ લોકોની મદદ કરી ઈદની ખુશીમાં સામેલ કરવા જણાવ્યું હતું. તમામ બિરાદરોએ નમાજ બાદ એકબીજાને ભેટી ઈદ મુબારક પાઠવી હતી.  મસ્જિદે તયબાહ ખાતે આગેવાનો મસ્જિદના મુતવલી લતિફ માંજોઠી, ટ્રસ્ટીઓ સુમાર હિંગોરજા, સલીમ રાયમા, જુમા સમા, સબ્બીર રાયમા, સતાર હિંગોરજા, નજિર રાયમા, અયુબભાઈ, સાહિદ રાયમા, નિઝામ માંજોઠી, સદામ હિંગોરજા સહિતે હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી. નૂરી મસ્જિદ ગાંધીધામ ખાતે ઇદ-ઉલ-ફિત્રની નમાજ મૌલાના અબ્દુલ શકુરે અદા કરાવી હતી. દેશમાં તરક્કી થાય, ભાઈચારો રહે, આપણો દેશ સુરક્ષિત રહે, વિશ્વમાં નામના મેળવે અને વિશ્વમાં ચાલી રહેલી અશાંતિ પણ શાંત થાય તેવી દુઆ કરવામા આવી હતી.  મૌલાનાએ જણાવ્યું હતું કે, ગરીબ, અનાથ, વિધવા હોય એની મદદ કરવી જોઈએ   ઈસ્લામ શીખવે છે કેપ આપણે પ્રેમ અને ભાઈચારા સાથે જીવવું જોઈએ, એકબીજાની મદદ કરવી જોઈએ અને આપણાથી મોટા હોય, તો માન આપવું જોઈએ, નાના હોય તો પ્રેમ કરવો જોઇએ, બધી જ માનવજાતથી મોહબ્બત કરવી જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. આ  વેળાએ  ટ્રસ્ટીઓ અને  આગેવાનો, શકુરભાઇ માંજોઠી, અબ્દુલભાઇ પઠાણ, ગનીભાઇ માંજોઠી, હાજી અલી સોઢા, ફિરોઝખાન પઠાણ, ઇસલામુદ્દીન, સાલેમામદ માંજોઠી, શના ઉલ્લાહ, બારાભાઇ તથા મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી. - દેશલપર ઇદગાહ ખાતે નમાજ  : દેશલપર ઇદગાહ ખાતે ઇદ નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય વકતા તરીકે પીર સૈયદ મોહંમદ લેન્સબાપુ બુખારીએ પ્રવચન આપ્યું હતું અને મૌ. હાજી અબ્દુલ મજીદે ઇદ નમાજ અદા કરાવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. - દહીંસરામાં ભાઇચારા સાથે ઉજવણી  : દહીંસરામાં હારૂનશા વલીની દરગાહ ઉપર નમાજ અદા કરાઇ હતી. મૌલાના મોહંમદ સફી બાવા સાથે ગામના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ભાઇચારાની શીખ સાથે રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. - ઈસ્લામના ઉસૂલોનું જતન કરવા શીખ : માંડવીમાં રમજાનના પાક મહિનાની ઈબાદતની ફલશ્રુતિરૂપ ઈદ-ઉલ-ફિત્રની ખુશાલીમાં આ શહેરમાં કચ્છ-અન્જુમને-ઈસ્લામની દોરવણી અને આયોજનમાં પરંપરાગત જૂલુસે ઈદગાહ ખાતે વિરામ લીધા પછી બિરાદરોએ વિશાળ સંખ્યામાં નમાજ અદા કરી હતી. મુફ્તી-એ-કચ્છના ફરજંદ સૈયદ હાજી અમીનશા હાજી અહમદશા બાવાએ પેશ કરેલી તકરીરમાં ઈસ્લામના ઉસૂલોનું જતન કરીને અમન, સલામતી, હમદર્દી, વફાદારીનો પયગામ આપ્યો હતો. સવારે સોનાવાળા નાકા પાસેથી પ્રસ્થાન થયેલા જૂલુસને સંસ્થાના પ્રમુખ સાજિદભાઈ માણેકની રાહબરીમાં સ્ટાર્ટઅપ અપાયા પછી બહોળી સંખ્યામાં બિરાદરોએ ઈદગાહ ખાતે નમાજ - ઈબાદત કરી હતી. સૈયદ હાજી રિઝવાનશા હાજી કાસમશા બાવાએ ખુતબો સાથે નમાજ અદા કરી હતી. ઈદ-ઉલ-ફિત્રની મુબારકબારદી પાઠવતાં સૈયદ હાજી અમીનશાબાવાએ તહેવારનો મહિમા સમજાવતા કહ્યું હતું કે, ઈબાદત - બંદગીના માસે રમજાનનું મહત્ત્વ ગરીબો, યતીમો માટે જકાત, ફિત્રો અદા કરતા રોજેદારોને ઈફતાર કરાવા સાથે વિધવા, યતીમોને સહાય કરવામાં આ પયગંબરે ઈસ્લામ મહંમદની સુન્નત છે. આ પહેલા સૈયદ રિઝવાનશા દ્વારા નમાજ પઢાવાઈ હતી.  આ અવસરે સૈયદ હાજી કાસમશા બાવા, અન્જુમનના ઉ.પ્ર. રફીક શેખ, મિયાણા જમાતના પ્રમુખ હાજી અલીમામદભાઈ રોહા વિ. અગ્રણીઓ જોડાયા હતા. હાજી અમીનશા બાવાનું બહુમાન મંત્રી જુસબ એ. તુરિયાએ જ્યારે સૈયદ રિઝવાનશાનો સત્કાર ચાકી મહમદ હુશેન અને હાજી કાસમશા બાવાનું સન્માન મેમણ બરકતઅલી ફકીરમામદ મસાલાવાળએ કર્યું હતું. આયોજન-વ્યવસ્થા મંત્રી મોહસીન સોતા, અ. કાદર ખત્રી, ઈકબાલ ખત્રી, સૈયદ અશફરશા, ફારુખ મંધરા, દાઉદ ચાકી, અનવર કુરેશી, હાજી ઈકબાલ વિ.એ સંભાળ્યું હતું. સંસ્થા દ્વારા પ્રવૃત્તિઓ અને પ્રકલ્પની જાણકારી અપાઈ હતી. - અંજારમાં કોમી એકતા સાથે ઊજવણી : અંજાર મધ્યે કોમીએકતા અને ભાઈચારાની ભાવના સાથે રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. સુમરા વાલી મસ્જિદ ખાતે  પીર સૈયદ હાજી ફરાન અલી જાફરશા બાપુએ ઇદ નમાજ અદા કરાવી હતી, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના નમાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના દુવાગીર પીર સૈયદ હાજી અનવરશા બાપુએ કોમી એખલાસ અને ભાઇચારાની ભાવના એ જ રમજાન ઇદની સાચી ઉજવણી છે, તેવો સંદેશ પાઠવી ઇદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ પીર સૈયદ હાજી અનવરશા બાપુની આગેવાની હેઠળ લશ્કરી માતામ ચોક મધ્યેથી જુલૂસ આકારે ગંગાનાકે ઐતિહાસિક ઇદગાહ મધ્યે ખુતબો અને  નમાજ પઢાવવામાં આવી હતી. ગરીબ મિસ્કીન યતીમોની મદદ દ્વારા ઇદની ઉજવણી કરવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. અંજાર ઐતિહાસિક મુખ્ય ઈદગાહ પર `ઈદ-ઉલ-ફિત્રની નમાજ મૌલાના સૈયદ મેહબૂબશા બાવાએ પઢાવી હતી. હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી. ઈદની નમાજ બાદ એકબીજાને ગળે લાગી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદ નમાજ બાદ યોજાયેલા ઈદ મિલનના કાર્યક્રમમાં પીર સૈયદ અનવરશાહ (અનુબાપુ) સાહેબ, લોહાર અબ્દુલ અઝીઝભાઈ, ખત્રી હાજી સતારભાઈ, રાયમા મોહમંદ (પેટન), ખત્રી હાજી મોહમંદ, શેખ હાજી ભચલશા એડવોકેટ શેખ, ગુલામભાઈ, શેખ નુરશાભાઈ, ખોજા તાહીરઅલીભાઈ, કુંભાર ઈલિયાસભાઈ, લોહાર રફીકભાઈ, લોહાર અબ્દુલ્લાભાઈ, બાયડ હાજી, આદમભાઈ, તથા  મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો બિરાદરોએ  હાજરી આપી હતી. અંજારની તુરિયા મસ્જિદ ખાતે ઇદ-ઉલ-ફિત્રની નમાજ મૌલાના ઇબ્રાહીમ સમા દ્વારા પઢાવવામાં આવી હતી. રાયમા યૂથ સર્કલ ટ્રસ્ટ અંજારના પ્રમુખ સલીમ રાયમાએ સર્વે દેશવાસીઓને ઇદની મુબારકબાદી પાઠવી હતી. જમિયત ઉલમા-એ-હિન્દના જનરલ સેક્રેટરી નૂરમોહમદ રાયમા - મુતવલી હાજી તુરિયા, મનસુર તુરિયા, મામદ ઝરિયા ફકીરમામદ નોડે, ડો. એમ.જે. નોડે, ઇસ્માઇલ રાયમા બાબુકાકા, સુલેમાનભાઈ બાયડ, ઓસમાણ રાયમા, મ. હુશેન રાયમા, સોકત નોડે, હમજા રાયમા, ઇમ્તિયાજ રાયમા, રહીમ ખત્રી, અમજદ રાયમા, મામદ સમેજા, રમજુભાઈ નોડે, હાજી કાસમ બાયડ તથા સર્વે મુસ્લિમ બિરાદરોએ ઇદ નમાજ અદા કરી હતી. - મુંદરામાં ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી : મુંદરા શહેર અને તાલુકાભરમાં આજે પવિત્ર રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુંદરામાં સવારે  તળાવવાળા નાકા મોહમ્મીએ મસ્જિદ પાસેથી જૂલુસ નીકળ્યું હતું, જે ઇદગાહ વાડી પર પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઇદગાહ વાડી ખાતે ઇદ નમાજ મોહમ્મદ મિયાં મસ્જિદના મૌલાનાએ નમાજ પઢાવી હતી., જેમાં સમગ્ર તાલુકામાંથી બહોળી સંખ્યામાં બિરાદરોએ નમાજની અદાયગી કરી હતી તથા અરસ-પરસ ગળે મળીને  રમજાન ઈદની શુભેચ્છા પાઠવી હતી. આ ટાંકણે મુસ્લિમ સમાજના આગેવાન અને  અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ અહેમદ જતનજીબભાઈ અબ્બાસીઅનવરભાઈ ખત્રીરમજાનભાઈ ચાકી, મુનિર ખત્રીઈર્ષાદૂલ હક (પપુબાપુ) ગનીભાઈ માંજોઠીહાસમ ખત્રી, ઇમરાન જતઈરફાન જત, રહીમ ખત્રી, અબ્દુલ્લા ખત્રીયાહયા ખત્રી, સબીર તુર્કરમજુ ખત્રી સહિતના જોડાયા હતા. સવારથી બજારમાં મીઠાઈની દુકાનમાં ભારે ઘરાકી જોવા મળી હતી તથા તાલુકાભરમાં રમજાન ઈદની ઉજવણી થઈ હતી. ભચાઉ ખાતે મુખ્ય ઈદગાહ મધ્યે `ઈદ-ઉલ-ફિત્ર' રમજાન ઈદની ઈદનમાજ અદા કરવામાં આવી હતી તથા તાજેતરમાં નવી બનેલી જામ દાતાર ઈદગાહ ખાતે પણ નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં ઈદ નમાજ અને ખુતબો પઢાવવામાં આવ્યા હતા. ભચાઉ શહેર અને આસપાસના હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાજ અદા કરી હતી અને એક-બીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. વ્યવસ્થા ભચાઉ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા સંભાળવામાં આવી હતી. રાપરમાં આંઢવાળા તળાવની બાજુમાં આવેલી ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી. આ પ્રસંગે અનવરશા સૈયદ,ઇસ્માઇલભાઈ પણકા, જાનખાન બલોચ, હાજી ખાસકેલી, કુતુબશા શેખ, લાલમામદ રાઉમા, રસૂલ ચૌહાણ, ગુલમામદ ટાંક, રમજુ મહિડા, અનવર ઝરિયા, ચાંદાજી સમા, મૌલાના ફજલે હકક, જામા મસ્જિદના પેશ ઈમામ મામદ નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - અબડાસામાં ઇદની ઉજવણી : અબડાસામાં ઈદની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના મુખ્ય મથક નલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં એકત્ર થઈ નમાજ અદા કરી હતી અને પરસ્પર ગળે મળી ભાઈચારાના સંદેશ સાથે મુબારકબાદી પાઠવી હતી. નલિયા ખાતે આવેલી મુખ્ય ઈદગાહમાં વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકો ઊમટી પડ્યા હતા. ઈદની નમાજ બાદ દેશમાં શાંતિ અને અમન માટે દુઆઓ માગવામાં આવી હતી. બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. તાલુકાના ઐતિહાસિક તેરા ગામે પણ ઈદની ઉજવણીનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. તેરામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અયુબ કુંભાર, અબ્દુલ કરીમ, નિઝામુદ્દીન બાવા, સિધિક ખત્રી, આમદ મુસા લોધરા સહિતના બિરાદરો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ઈદની ઉજવણી કરી હતી. સમગ્ર તેરા પંથકમાં ઈદને લઈને ખુશાલીનો માહોલ છવાયો હતો. - કોઠારામાં ભાઈચારાની શીખ : અબડાસાનાં કોઠારા ગામે સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સૈયદ સુલતાનશા બાવાએ તહેવારનું માહત્મય બતાવતી બાબતો તકરીરમાં વણી લેવા સાથે ભાઈચારો, પ્રેમ અને મોહબત માટે શીખ આપી હતી. ઈદની નમાજ મૌલાના નૌમાન અતારીએ પડાવી હતી, તો ખુતબો મૌલાના સૈયદ બિલાલશાએ પઢાવ્યો હતો. ગામમાં મેમણ મસ્જિદથી મુખ્ય બજાર થઈને ઈદગાહ સુધી જૂલુસ સ્વરૂપે ઈદગાહે પહેંચેલા બિરાદરોએ ત્યાં નમાજ અદા કરી હતી. - નખત્રાણા તાલુકામાં કોમી એકતા સાથે ઇદની ઉજવણી  : નખત્રાણાની મુખ્ય ઇદગાહ પર મૌલાના મોહ્યુદ્દીન અજમેરીએ ઇદ નમાજ અને ખુતબો પઢાવ્યા હતા. તકરીરમાં તેમણે ઇદ એટલે ખુશીનો દિવસ, ભલાઇ સાથે ગરીબોને પૂછા કરી સેવાકાર્ય કરવા વાત કરી હતી. મુતવલી હાજી ઇશાક કુંભાર હાજી લિયાકત આરબ, હાજી આધમ ખત્રી, ગફુર ખલીફા, સકીલ સમા, હાજી અલીમામદ કુંભાર વગેરે હાજર રહ્યા હતા. કોટડા : મૌલાના બદ્રેઆલમે ઇદગાહ મેદાન પર ખુતબો પઢાવ્યો હતો. અમન અને ભાઇચારાથી રહેવા હાજર મુસ્લિમ બિરાદરોને અપીલ કરી હતી. આ પ્રસંગે મુતવલી હાજી હમીદ, નાયબ મુતવલી સરફરાજ હાજી સુલેમાન સાટી, ઇલ્યાસ ચાકી, પ્રમુખ હુશેન ઉમર કુંભાર, પીરમામદ બાવા, હુસેન લોહાર, સાલેમામદ ભટ્ટી, આધમ જાગોરા, હુશેન સોઢા વિગેરે જોડાયા હતા. - પાવરપટ્ટીમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી : સુમરાસર શેખ  : ગામની ઈદગાહ ખાતે ઈદ-ઉલ-ફિત્ર ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. મૌ. જાકુબ નોતિયારે ઈદ નમાજ અદા કરાવી હતી. આ પ્રસંગે મૌલાના ઉમર મુસા જુણેજાએ માફી ખુદાને પણ પસંદ છે, તેવું જણાવી રમજાન મુબારક મહિનાની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે જમાતના અગ્રણીઓ હાજી આમદ નોતિયાર, હાજી જુમા શેખ, માજી સરપંચ આદમ ઈશા શેખ, માજી તા. પં. સદસ્ય અનવરભાઈ શેખ, હાજી અમીર નોતિયાર, સુમાર અબ્દુલા પટેલ, રમજુ નામોરી શેખ, જુમાભાઈ વાગાણી, ખત્રી રસીદ તલાટી, શકુરભાઈ મેકાણી, કાદરભાઈ કુંભાર, લધા મુશા કુંભાર, મામદ આરબ ખલિફા, ઈસ્માઈલ ઈબ્રાહિમ ખત્રી, ગનીભાઈ કેવર, ગફુરભાઈ સુમરા, શરીફ સંગરાસી, જુસબભાઈ સમેજા, ગફુરભાઈ લાલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - વિથોણ મુસ્લિમ જમાત દ્વારા ઉજવણી : વિથોણ મુસ્લિમ જમાત દ્વારા ઇદની ઉજવણી કરાઇ હતી. મુસ્લિમ ભાઇઓ મસ્જિદે એકઠા થઇ જુલૂસ સ્વરૂપે ઇદગાહ ગયા હતા. જ્યાં મૌલાના સાજિદ ગુલશનીએ ઇદ નમાજ અદા કરાવી હતી. - વિથોણમાં ભાઈચારાનો માહોલ  : વિથોણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં ભાઈચારા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માગી હતી. આ ધાર્મિક  ઉત્સવમાં હનીફભાઈ રાજા (પ્રમુખ, મુસ્લિમ સમાજ), જાવેદ સમેજા (ઉપપ્રમુખ), હુશેન લુહાર (મુતવલી) ઉપરાંત જમાતના વિવિધ ગ્રુપના સભ્યો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. - અમન - ભાઈચારાથી ચાલવાનો પૈગામ : માતાના મઢે ઈદ-ઉલ-ફિત્ર ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મૌ. હાજી કેરે પયગંબર સાહેબના નકશે કદમ ઉપર ચાલી અમન- ભાઈચારાથી ચાલવાનો પૈગામ આપ્યો હતો. જમાતના મુતવલી રજબછા સૈયદ, સરપંચ કાસમભાઈ કુંભાર, ઈબ્રાહિમ કુંભાર, ઉપપ્રમુખ મુસ્લિમ જમાત હુસેનભાઈ લંઘા, ઈલિયાસભાઈ નોતિયાર, અનવરભાઈ નોતિયાર, હાજી મુસા લુહાર, માંજોઠી હાજી જુમાભાઈ સહિત મોટી સંખ્યામાં જમાતના લોકોએ ઈદ નમાજ પઢી પયગંબર સાહેબની ઈબાદત કરી ઈદની ઉજવણી કરી હતી. વ્યવસ્થા આમદ લંઘા, મામદ ચાકી તથા મામદ સોઢાએ સંભાળી હતી. 

Panchang

dd