• રવિવાર, 22 માર્ચ, 2026

બાંગલાદેશ ક્રિકેટબોર્ડની પોતાની જ સરકારને આઈસીસીની ધમકી

ઢાકા, તા. 21 : બાંગલાદેશ ક્રિકેટ માટે અત્યારસુધીમાં 2026નું વર્ષ સારૂ રહ્યું નથી અને એક પછી એક વિવાદમાં નામ આવી રહ્યું છે. બાંગલાદેશ પહેલાથી જ બીસીસીઆઈ અને આઈસીસી સાથે ટકરાવના કારણે ચર્ચામાં હતું. હવે બોર્ડની ચૂંટણી મુદ્દે નવી મુશ્કેલી ઉભી થઈ છે. જેને લઈને આઈસીસીને પણ ધમકી આપવામાં આવી છે અને કહ્યું છે કે આઈસીસીને માલિક નહી પણ સહયોગી સમજવું જોઈએ. હકીકતમાં મુસ્તફિઝુર રહેમાનના આઈપીએલ પ્રતિબંધના વિવાદ બાદ બીસીબીએ 2026 ટી20 વિશ્વકપમાંથી હટવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં બંગલાદેશ સરકારે બીસીબી ચૂંટણીની તપાસ શરૂ કરી હતી. જેમાં અધ્યક્ષ અનિમુલ ઈસ્લામની પસંદગી ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બીસીબીએ સરકારને ઈશારામાં ચેતવણી આપી છે કે જો વધારે દખલ કરવામાં આવશે તો મામલો આઈસીસી સુધી પહોંચી શકે છે. જો કે પુર્વ એસીસી સીઈઓ સૈય્યદ અશરફુલ હકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે બીસીબી દ્વારા આઈસીસીનું નામ લેવું માત્ર એક ધમકી છે જેથી બોર્ડ પોતાને બચાવી શકે. હકીકતમાં બીસીબી સીધી રીતે નેશનલ સ્પોર્ટસ કાઉન્સીલની હેઠળ આવે છે. અશરફુલ અનુસાર જો બીસીબી યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું અથવા તો ચૂંટણીમાં ગડબડ સામે આવે તો એનએસસી પાસે પુરો અધિકાર છે કે બોર્ડને ભંગ કરી શકે. આ નિયમ કાયદામાં પહેલાથી જ  છે. 

Panchang

dd